નેશનલ

ચાલતી ટ્રેન પકડવાની માણસની જીદ શ્વાનને પડી ભારે, જૂઓ વાયરલ વીડિયો

ઝાંસીઃ ચાલુ ટ્રેન પકડનારાઓ ઘણીવાર પોતાના જીવને જોખમમાં મૂકે છે, ઘણા કેસમાં માણસ જીવ ગુમાવે છે તો ક્યારેક તેનો ચમત્કારિક બચાવ પણ થઈ જાય છે. જોકે આજે વાત એક શ્વાનની કરવાની છે.

રામ રાખે તેને કોણ ચાખે તેવો આ કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશન પર બન્યો છે. અહીં એક માલિક પોતાના શ્વાનને લઈ ચાલતી ટ્રેન પકડવા જઈ રહ્યો હતો. ટ્રેન ચાલુ હતી ને માલિક શ્વાનને પટ્ટાથી પકડી અંદર બોગીમાં લઈ જવા માગતો હતો પણ ત્યાં તો પટ્ટો તેના ગળામાંથી નીકળી ગયો અને શ્વાન ટ્રેક પર પડી ગયો. ટ્રેન પુરુાટ દોડવા માંડી.

આપણ વાંચો: ટિકિટ વિના પ્રવાસ કરતાં પ્રવાસીને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યોઃ યુવક ગંભીર રીતે ઘાયલ

રાજધાની એકસ્પ્રેસ જેમ જેમ દોડતી ગઈ તેમ તેમ ત્યાં લોકો આવવા લાગ્યા હતા. આરપીએફ જવા પણ આવી ગયા હતા. વીડિયો જ્યાં સુધી ચાલે છે તેમાં તો ત્યારબાદ શ્વાનનું શું થયું તે ખબર નથી. પણ પછીથી એવી માહિતી મળી રહી છે કે શ્વાન એકબાજુ બેસી ગયો હતો અને તે સ્વસ્થ છે.

આ વીડિયો જેવો વાયરલ થયો તેવું લોકોએ શ્વાનમાલિકને ઠપકો આપવાનું શરૂ કરી દીધું હતું. આવી બેદરકારી કઈ રીતે થઈ શકે અને શ્વાનનું શું થયું તે સૌ કોઈને જાણવું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button