ડોક્ટરોએ સાઈન બોર્ડથી લોકોને ભ્રમિત ન કરવા જોઈએ, મેડિકલ કમિશનની ડોકટરોને સલાહ
નેશનલ મેડિકલ કમિશન(NMC) એ તેના કેટલાક નિર્ણયોની એક ઈ-બુકલેટ બહાર પાડી છે, જેમાં કમીશનને પહેલાં મળેલી ફરિયાદો પર ડૉક્ટરોની તરફેણમાં કે વિરુદ્ધમાં નિર્ણયો આપવામાં આવ્યા છે. જેના એક ભાગમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ મોટા સાઈનબોર્ડ ન લગાવવા જોઈએ, કેમિસ્ટની દુકાનો અથવા જ્યાં ડોક્ટરો પોતે રહેતા નથી કે કામ કરતા નથી ત્યાં પણ બોર્ડ ન લગાવવા જોઈએ, ડૉક્ટરોએ વિઝિટિંગ કાર્ડ અને જાહેરાત પત્રો દ્વારા પણ લોકોને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં.
બુકલેટમાં કરવામાં આવેલી ભલામણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાઈનબોર્ડ પર તમારું નામ, લાયકાત, નિપુણતા અને નોંધણી નંબર સિવાય બીજું કંઈ ન લખો. દવાના પ્રિસ્ક્રિપ્શન પર ફક્ત આટલી જ માહિતી લખો.
અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજીનો 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પૂરો કરીને પોતાને કન્સલ્ટન્ટ સોનોલોજિસ્ટ ગણાવતા ડૉક્ટરને મેડિકલ કમિશને કડક સૂચના આપી હતી. કમિશને કહ્યું કે લાયકાત વગરના કોઈપણ ડૉક્ટરે પોતાને નિષ્ણાત ના ગણાવે. સંબંધિત બાબતમાં, ડૉક્ટર કોઈપણ લાયકાત અથવા તાલીમ વિના પોતાને 2004 થી નિષ્ણાત ગણાવતા હતા.
આયોગે 14 વર્ષના બીમાર બાળકને પીએચસી, જિલ્લા હોસ્પિટલમાં અને પછી સારવાર માટે આઈસીયુ અને વેન્ટિલેટર પર રાખવા અને તેના મૃત્યુના કેસમાં ડોકટરોની તપાસ કરી હતી. કમિશને આમાં બેદરકારી જણાઈ ન હતી, પરંતુ કહ્યું હતું કે મોટાભાગના કિસ્સાઓમાં ડૉક્ટર અને દર્દી અને તેના પરિવાર વચ્ચે વાતચીતનો અભાવ હોય છે.
મહત્વની વાત એ છે કે આ બુકલેટમાં ઉલ્લેખિત તમામ કેસોમાં કોઈપણ ડોક્ટર કે દર્દીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. NMCના કહ્યા મુજબ કે ઘણા કિસ્સાઓમાં, સારવારમાં બેદરકારી અને ખરાબ વર્તન અંગે ડોકટરો સામેની ફરિયાદો સાચી સાબિત થાય છે, જ્યારે એવા કિસ્સાઓ પણ છે કે જેમાં દર્દીના પરિવારના સભ્યો તણાવમાં આવીને ડોક્ટર સાથે ગેરવર્તન કરે છે. બુકલેટમાં દરેક કેસની હિસ્ટ્રી અને ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવું ન બને તે માટે સૂચનો આપવામાં આવ્યા છે.
ડોક્ટરો સામે NMCમાં આવતી ફરિયાદોમાં કોમ્યુનિકેશન ગેપ અને પરિવારના સભ્યોને મેડિકલ રેકોર્ડ ન દર્શાવવાનો સમાવેશ થાય છે. હોસ્પિટલોમાં વધુ પડતા ચાર્જથી પણ લોકોને પરેશાની થાય છે. NMCએ જણાવ્યું હતું કે સારવારના પ્રોટોકોલને ધ્યાનમાં રાખવું જોઈએ.