ટોપ ન્યૂઝનેશનલ

Kolkata rape case: વિરોધ કરનારા વિફર્યા, પોલીસકર્મીઓને પણ બનાવ્યા નિશાન


કોલકાત્તાઃ રેસિડેન્ટ ડૉક્ટર સાથે થયેલા બળાત્કાકર અને હત્યા કેસમાં ન્યાય માટે રસ્તા પર ઉતરી આવેલી ભડી બેકાબૂ થતાં સ્થિતિ હાથ બહાર ગઈ છે. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જ્યારે વિરોધીઓ પ્રવેશ્યા ત્યારે ભીડ કાબૂ બહાર ગઈ હતી. ટોળાએ પોલીસકર્મીઓ પર ઈંટો અને પથ્થરમારો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મળતી માહિતી મુજબ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. ભીડ ઉશ્કેરાઈ ગઈ અને બેરિકેડ તોડી અંદર ઘૂસી ગઈ.
કોલકાતાની આરજી કર હોસ્પિટલની બહાર વિરોધ માટે એકત્ર થયેલી ભીડ ગુસ્સે થઈ ગઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલ પરિસરમાં ઘૂસી વાહનોની તોડફોડ કરી હતી.

આ ઘટના બાદ ફરી આક્ષેપોનો દોર શરૂ થયો છે. ભાજપે ટીએમસી પર પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારી અને પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.

-એક તાલીમાર્થી ડોક્ટરે કહ્યું કે અમે 11 વાગે વિરોધ સ્થળ છોડી જવાના હતા. પરંતુ બહાર લોકોનું એક મોટું જૂથ હતું જેઓ અમને ન્યાય જોઈએ છે, ના નારા લગાવી રહ્યા હતા. બધાની વિનંતી છતાં તે ત્યાંથી જતો નહોતો. તેણે કહ્યું કે ભીડ ગુસ્સે થઈ ગઈ હતી અને તેઓ કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અચાનક તે લોકો આવીને તોડફોડ કરવા લાગ્યા.

-એક પોલીસકર્મીએ જણાવ્યું કે કેવી રીતે ટોળાએ પોલીસના વાહનો પર હુમલો કર્યો. તેણે કહ્યું કે એક ઈંટ આવીને તેની પીઠ પર વાગી. ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button