કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ “ગેંગ રેપ” હોવાનો એક ડોક્ટરે કર્યો દાવો

કોલકાતા: કોલકાતામાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેસની ગંભીરતા પારખીને કોલકાતા હાઇકોર્ટે કસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. પોસ્ટ માર્ટમ રિપોર્ટ બાદ આ મામલામાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ જનરલ સેક્રેટરી ડૉ. સુવર્ણા ગોસ્વામીએ દાવો કર્યો છે કે આ ગુનામાં એકથી વધુ આરોપીઓ સંડોવાયેલા છે.
ડોક્ટરે દાવો કર્યો છે કે પોસ્ટ માર્ટમ રિપોર્ટ આ જઘન્ય અપરાધમાં ઘણા લોકોની સંડોવણી દર્શાવે છે. મહિલા તબીબના શરીર પર જે પ્રકારની ઈજાઓ જોવા મળી છે અને તેના પર હુમલો કરવા માટે જેટલો બળ પ્રયોગ કરવામાં આવ્યો છે તે કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે. લેડી ડોક્ટરના પરિવારને પણ ઘણા લોકોની સંડોવણી હોવાની શંકા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા એક આરોપીના નિવેદનનું ડૉ. ગોસ્વામીએ ખંડન કરીને એક કરતાં વહુ આરોપી હોવાની શંકા વ્યક્તક કરી છે.
આ પણ વાંચો : કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના બનાવમાં ખુલાસા “પોર્ન ફિલ્મો જોનારા એક વિકૃતે……”
શરૂઆતથી જ રેપ એન્ડ મર્ડરના આ કેસની તપાસ સવાલોના ઘેરામાં છે. વિરોધ કરી રહેલા ડોકટરોનો આક્ષેપ છે કે આટલી મોટી ઘટના બાદ પણ સેમિનાર હોલ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તે માટે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે ત્યાં રિપેરિંગનું કામ થવાનું હતું પરંતુ રિપેરીંગનું કામ સેમિનાર હોલની બાજુના રૂમનું થવાનું હતું. સેમિનાર હોલની અંદર સીસીટીવી કેમેરા પણ ન હતા. આ એક પ્રકારની બેદરકારી છે.
હડતાળ પર ઉતરેલા તબીબોએ સેમિનાર હોલ સામેના બાંધકામ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ગંભીર અપરાધ ઘટ્યો હોવાથી સેમિનાર હોલને સીલ કરવો જોઈતો હતો પરંતુ પુરાવા સાથે ચેડા કરવા માટે સેમિનાર હોલની બાજુમાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હોવાના ડોકટરોએ આરોપ લગાવ્યા છે.