
ભોપાલઃ મધ્ય પ્રદેશ પોલીસે ડોક્ટર પ્રવિણ સોનીની ધરપકડ કરી છે, જેમણે ખોટું કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કર્યું હતું. ડોક્ટરની આ બેદરકારીએ દસ બાળકના જીવ લીધા હતા. ઘટના બહાર આવતા મધ્ય પ્રદેશ પ્રશાસન હકરતમાં આવ્યું હતું. સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે હવે ડોક્ટર પણ ઝડપાઈ ગયો છે.
મધ્ય પ્રદેશના છિંદવાડામાં આ ઘટના બની હતી. પોલીસે ડો. સોની અને સિરપ બનાવનારી કંપની sresun ફાર્મા પર એફઆઈઆર નોંધી તપાસ આગળ વધારી હતી.
આ ઘટનામાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એકટની કલમ 27 (એ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. મૃતક બાળકોમાંથી મોટાભાગના બાળકોને આ સિપર પ્રવિણ સોનીએ લખી આપ્યું હતું. આ સિરપ બાદ બાળકોની એક પછી એક મોત નિપજ્યા હતા. તેમના રિપોર્ટ અનુસાર કોલ્ડ્રિફ નામના આ સિરપમાં ડાયએથિલિન ગ્લાઈકોલની માત્રા 48.6 ટકાની છે, જેના લીધે સ્વાસથ્યને ગંભીર નુકસાન પહોંચે છે.
આ હચમચાવી નાખનારા કેસમાં સાતમી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં દસ બાળકના મોત નિપજ્યા હતા. ત્યારબાદ આ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મુખ્ય પ્રધાન મોહન યાદવે આ ઘટનાને દુઃખદ જણાવી હતી અને સિરપ પર રાજ્યભરમાં પ્રતિબંધ જાહેર કર્યો હતો. આ સિરપ બનાવનાર કંપનાની અન્ય ઉત્પાદનો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સિરપ કાંચીપુરમની એક ફેક્ટરીમાં બન્યું હોવાનું બહાર આવતા તમિળનાડુ સરકારને પણ તપાસ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પીડિત પરિવારોને રૂ. 50 લાખનું વળતર આપવાની માગણી વિરોધ પક્ષે કરી હતી. જોકે સરકારે રૂ. 4 લાખના વળતરની મંજૂરી આપી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં કફ સિરપની ગુણવત્તાની ચકાસણી થશેઃ ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ…