વડા પ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે, જાણો છો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓમાંથી એક છે અને તેમને લોકોમાં આટલું લોકપ્રિય બનાવે છે તેમનો સ્વભાવ, સમય સાથે ચાલવાની આદત અને આજ કરતાં 20-25 વર્ષ આગળનું વિઝન જોવાની દ્રષ્ટિ. આવા આ લોકપ્રિય પીએમ મોદીજીના એક એવા પાસા વિશે આજે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ખૂબ ઓછા લોકોને જાણ હશે.
પીએમ મોદી લેટેસ્ટ ટેક્નોલોજી અને ગેજેસ્ટને વાપરવાનું પસંદ કરે છે અને તેમણે પણ ઘણી વખત એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જેઓ નવી નવી ટેક્નોલોજી વિશે જાણતા અને શીખતા રહે છે. હાલમાં જ પીએમ મોદીનો એક ફોટો સામે આવ્યો હતો અને જેમાં તેઓ લેટેસ્ટ આઈફોન યુઝ કરતાં જોવા મળ્યા હતા. આમ તો સિક્યોરિટી રિઝન્સને કારણે પીએમ આ સ્માર્ટફોનનો ઉપયોગ વાત-ચીત માટે નહીં કરતા હોય. પણ હા તેમને લેટેસ્ટે ટેક્નોલોજી અને ફોનનો શોખ છે.
એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે વડાપ્રધાન જેવા વીઆઈપી નેતાઓ કમ્યુનિકેશન માટે સેટેલાઈટ અને RAX જેવા ફોનનો ઉપયોગ કરે છે. જોકે, પીએમ મોદીને આ પહેલાં પણ ઘણી વખત આઈફોનનો ઉપયોગ કરતાં જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એવા અનેક ફોટો પોસ્ટ કરાયેલા છે કે જેમાં તેઓ અલગ અલગ ફોનનો ઉપયોગ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે, મોટાભાગે તેમના હાથમાં આઈફોન જ વધુ જોવા મળે છે અને એમાં પણ તેમની પાસે અલગ અલગ જનરેશનના ફોન જોવા મળે છે. આ ફોન્સમાં આઈફોન ફાઈવ એસથી લઈને આઈફોન 15 પ્રો મેક્સ જેવા ફોનનો સમાવેશ થાય છે.
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં વર્લ્ડક્લાસ ક્લાયમેટ ચેન્જ એક્શન સમિટ COP28માં ભાગ લેવા પહોંચ્યા હતા અને એ સમયે તેમના હાથમાં લેટેસ્ટ આઈફોન જોવા મળ્યો હતો, જોકે આ ફોન કયો છે એનો અંદાજો લગાવવાનું જરા અઘરું છે.