પીએમ નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે, જાણો છો?
નવી દિલ્હીઃ આવતી કાલે એટલે કે 17મી સપ્ટેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને એના વિશે જાણવાની તાલાવેલી હોય છે અને આજે અમે અહીં તમારા માટે પીએમ મોદી સંબંધિત એક એવી જ મજેદાર મિહતી લઈને આવ્યા છીએ.
પીએમ મોદી કેટલા વાગે ઉઠે છે, તેમનું ડે ટુ ડે રૂટિન શું હોય છે એ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ શું તમે એ વાત જાણો છો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે? નહીં ને? આ સવાલનો જવાબ અમારી પાસે છે, એટલું જ નહીં અમે અહીં તમને એ વાત પણ જણાવીશું કે આ ફોન કોણે બનાવ્યો છે?
મળી રહેલી માહિતી પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી વાતચીત માટે સેટેલાઇટ અથવા RAX (પ્રતિબંધિત એરિયા એક્સચેન્જ) ફોનનો ઉપયોગ કરે છે અને આ ફોનના કેટલાક ફીચર્સ વિશે પણ આપણે વાત કરીશું અને તમારે આ સ્પેશિયલ ફીચર વિશે જણાવીશું.
આ સ્પેશિયલ ફોનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે અને આ એક એન્ક્રિપ્ટેડ ઉપકરણ છે જેના માટે એક ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે તમને થશે કે આપણે ઘણી વખત એવું સાંભળીએ છે ફોન હેક થઈ જાય છે, પ્રાઈવસી જોખમમાં મૂકાઈ જાય છે તો શું પીએમ મોદીના ફોન સાથે પણ આવું થતું હશે કે? તો અમને તમને જણાવી દઈએ કે પીએમ મોદીના ફોન સાથે આવું કરવું શક્ય નથી.
આ ઉપરાંત આ ફોનને ન તો ટ્રેસ કરી શકાય છે કે ન તો એને હેક કરી શકાય છે, કારણ કે આ ફોન મિલિટરી ફ્રીક્વન્સી બેન્ડ પર કામ કરે છે.
રિપોર્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે ફોનનો ઉપયોગ કરે છે એનું નામ રૂદ્ર છે અને આ ફોન ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ એક એન્ડ્રોઈડ ફોન છે, પરંતુ તેમાં ખાસ અને ખાસ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એકદમ સેફ છે અને આ ડિવાઈસમાં ઘણા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
જોકે, પીએમ નરેન્દ્ર મોદી હકીકતમાં કયો ફોન વાપરે છે તેનો કોઈ ચોક્કસ જવાબ કોઈ પાસે પણ નથી, કારણ કે રિપોર્ટ્સમાં દર વખતે એવું આ બાબતે અલગ અલગ દાવો કરવામાં આવે છે.