
આવતીકાલે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે રહેશે, પરંતુ એ પહેલાં આજે 25મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પર્યટન દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં જયપુરની મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બપોરે અઢી વાગ્યાની આસપાસ જયપુર એરપોર્ટ પર ઉતરશે અને અહીં તેઓ સાંસ્કૃતિક સ્મારકો, જંતર-મંતર, હવા મહેલ, આલ્બર્ટ હોલ અને આમેર મહેલ જશે અને રાતના 9 વાગ્યે તેઓ સ્પેશિયલ પ્લેનથી દિલ્હી જવા રવાના થશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં અને પીએમ મોદી જયપુરની હોટેલ રામબાગ પેલેસમાં પહેલાં ડિનર કરશે અને ત્યાર બાદ દિલ્હી જશે. હવે તમને આ વાંચીને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ જે હોટેલમાં ડિનર કરવાના છે એના વિશે જાણવાની, એમાં એક દિવસ રોકાવવા માટે કેટલો ખર્ચ થાય એ બધું જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે નહીં? ચાલો તમને એ વિશે જણાવીએ…
સૌથી પહેલાં તો રામબાગ પેલેસ હોટેલ એ જયપુરની ફાઈવ સ્ટાર હોટેલમાંથી એક છે અને આ હોટલને લગ્ઝરીને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ હોટેલ પહેલાં એક મહેલ હતી અને ત્યાર બાદ તેને હોટેલમાં કન્વર્ટ કરવામાં આવી હચી. અહીં તમે અલગ અલગ કેટેગરી અને રેન્જમાં રૂમ મલે છે અને ઘણી હાઈ રેન્જમાં પણ અહીં રૂમ મળે છે.
આ હોટેલમાં એક ખાસ રૂમ પણ છે જેને લોકો સુખ નિવાસ તરીકે પણ ઓળખે છે. લોકોનું એવું માનવું છે કે આ હોટેલ ભારતની સૌથી મોંઘી હોટલમાંથી એક છે અને આ હોટેલમાં એક દિવસ રોકાવવા માટે તમારે લાખો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.
હોટેલના રૂમના એક દિવસના રેન્ટની વાત કરીએ તો તે થોડું વધારે એક્સ્પેન્સિવ છે અહીં તમને ઘણી બધી ફેસિલિટી મળે છે. ટ્વીન શેરિંગ માટે આ હોટેલમાં એક રૂમનું ભાડું 90,000 રૂપિયાથી લઈને 1,00,000 રૂપિયા સુધી છે. જોકે, હોટેલની અલગ અલગ કેટેગરી અનુસાર ભાડામાં થોડી વધ-ઘટ પણ જોવા મળી શકે છે.
રામબાગ પેલેસનું એક દિવસનું ભાડું સાંભળીને તમે એવું થઈ ગયું ને કે ભાઈએ હોટેલના રૂમના એક દિવસના ભાડામાં આઠ-દસ દિવસનું સરસ મજાનું વેકેશન પ્લાન કરી શકાય, હેં ને?