નેશનલસ્પેશિયલ ફિચર્સ

SBIમાં છે તમારું ખાતું? તો તમારા માટે આવ્યા છે મહત્ત્વના સમાચાર…

નવી દિલ્હીઃ જો તમારું ખાતું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે અને તમે પણ પીપીએફ એકાઉન્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર છેલ્લે સુધી વાંચી લો, કારણ કે તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. બેંક દ્વારા ઓનલાઈન પબ્લિક પ્રોવેડન્ટ ફંડ એકાઉન્ટ (પીપીએફ) શરૂ કરવાની તક આપવામાં આવી છે. તેથી હવે પીપીએફ એકાઉન્ટ શરૂ કરવા માટેની તક આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે પીપીએફ એકાઉન્ટ શરૂ કરવા માટે બેંક જવાની જરૂર નથી. બસ ઓનલાઈન અમુક સ્ટેપ્સ ફોલો કરીને તમે પણ ખૂબ જ સરળતાથી પીપીએફ એકાઉન્ટ શરૂ કરી શકો છે. આ ઉપરાંત તમે પોસ્ટ ઓફિસમાં પણ પીપીએફ એકાઉન્ટ શરૂ કરી શકો છો.

પીપીએફ એકાઉન્ટ 15 વર્ષ બાગ મેચ્યોર થાય છે અને ગ્રાહકોએ 7.1 ટકા સુધીનું રિટર્ન મળે છે. ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ શરૂ કરવા માટે તમારા સેવિંગ એકાઉન્ટનું કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. પીપીએફમાં તમને દર વર્ષે 500 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ફરજિયાત હગોઈ એમાં વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

આ રીતે ખોલો SBIમાં પીપીએફ એકાઉન્ટઃ

⦁ સૌથી પહેલાં તો એસબીઆઈ એકાઉન્ટમાં લોગઈન કરો
⦁ ત્યાર બાદ હવે ‘Request and enquiries’ની ટેબ પર ક્લિક કરો
⦁ ડ્રોપડાઉન મેન્યુમાં તમારી સામે ‘New PPF Accounts’ની ટેબ પર ક્લિક કરો.
⦁ ‘New PPF Accounts’ એકાઉન્ટ પર ગયા બાદ ત્યાં પેનકાર્ડ અને બીજી ડિટેઈલ્સ એડ કરો.
⦁ જો તમે સગીરવયની વ્યક્તિનું એકાઉન્ટ ખોલી રહ્યા હોવ તો એ ઓપ્શન પણ સિલેક્ટ કરો.
⦁ તમે તમારા નામે જ એકાઉન્ટ શરૂ કરી રહ્યા છો તો તમારી બ્રાન્ચનો કોડ નાખો, જ્યાં તમે પીપીએફ એકાઉન્ટ ખોલી રહ્યા છે.
⦁ હવે અહીં તમારી પર્સનલ ડિટેઈલ્સ જેવી કે સરનામું, નોમિની સંબંધિત માહિતી એકઠી કરીને તમે એ વેરિફાઈ કરો અને ત્યાર બાદ પ્રોસિડ પર ક્લિક કરો.
⦁ સબમિટ કરવા પર એક નવો ડાયલોગ બોક્સ તમારી સામે ઓપન થશે જેમાં લખેલું હશે કે ‘Your form has been successfully submitted’
⦁ હવે આ ફોર્મ ડાઉનલોડ કરી લો

⦁ પ્રિન્ટ પીપીએફ ઓનલાઈ એપ્લિકેશન ટેબમાંખી ખાતું ખોલાવવાનું ફોર્મ પ્રિન્ટ કરો. ખાતુ ખોલાવ્યાની તારીખથી 30 દિવસની અંદર જ કેવાયસી ડોક્યુમેન્ટ અને એક ફોટો સાથે બ્રાન્ચમાં જાવ.

ઓનલાઈન એકાઉન્ટ શરૂ કરવા માટે આ દસ્તાવેજો છે જરૂરી-

ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ શરૂ કરવા માટે તમાર આધાર કાર્ડ નંબર એસબીઆઈની સેવિંગ એકાઉન્ટ સાથે લિંક હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય મોબાઈલ નંબર પણ આધાર કાર્ડ સાથે લિંક હોય એ ખૂબ જ જરૂરી છે. તેમ જ એ એક્ટિવ મોડ પર હોવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…