નેશનલ

તમને પણ આવે છે આવા Calls? ભારત સરકારે જાહેર કર્યું Alert…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને અને જાણવાની તાલાવેલી થઈ ગઈને કે ભાઈ અહીંયા કેવા કોલ્સની વાત ચાલી રહી છે? તો ભાઈ થોડી ધીરજ રાખો અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ અને ભારત સરકાર દ્વારા પણ આ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારત સરકારની ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટ્રી દ્વારા નાગરિકોને સાવધ કરતી ચેતવણી આપવામાં આવી છે. સરકારે ચેતવણી આપતાં કહ્યું છે કે જો તમને પણ ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ આવે છે તો તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે આ ફેક કોલ હોય છે. આ ફેક કોલ્સ ભારતના સ્ટોક એક્સચેન્જ અને વેપારમાં અવરોધ પેદા કરવાનો દાવો કરે છે.

સરકાર દ્વારા આ માટે એક સ્પેશિયલ એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના ફેક કોલ્સ દેશવિરોધી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે અને એનો ઉદેશ્ય માત્રને માત્ર અરાજકતા પેદા કરવાનો છે.

ટેલિકોમ મિનિસ્ટ્રી દ્વારા દેશના તમામ નાગરિકોને ચેતવણી આપવાની સાથે સાથે જ દેશના તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને પણ એવા આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ પણ આવા નંબર્સ પરથી આવતાં ફેક કોલને બ્લોક કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે. આ ઉપરાંત સરકારે દેશના તમામ ટેલિકોમ યુઝર્સને એવી સલાહ આપી છે કે જો તેમને આંતરરાષ્ટ્રીય નંબર્સથી આવા કોઈપણ પ્રકારના કોલ આવે તો આ બાબતની માહિતી help-sancharsathi@gov.in પર કે પછી પોતાની ટેલિકોમ સર્વિસ ઓપરેટરને સૂચિત કરે.

ટેલિકોમ મિનીસ્ટ્રી દ્વારા યુઝર્સને એવી ભલામણ પણ કરવામાં આવી છે કે આવા કોલ દેશવિરોધી તત્વો દ્વારા કરવામાં આવે છે અને આ કોલનો હેતુ લોકોમાં અરાજકતા ફેલાવવાનો હોય છે. યુઝર્સ આવા ફેક કોલ્સની ફરિયાદ પોતાના ટેલિકોમ સર્વિસ સેન્ટર કે પછી નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર પણ નોંધાવી શકે છે. આ સિવાય 1930 ફ્રી હેલ્પલાઈન પર કોલ કરીને પણ ફેક કોલની ફરિયાદ રજિસ્ટર કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button