પહેલી જાન્યુઆરી પહેલાં કરી લો આ કામ નહીંતર…
ગણતરીના દિવસમાં 2023નું વર્ષ વિદાય લેશે અને 2024નું નવું નક્કોર કોરુંકટ્ટ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર મહિનાની જેમ જ હર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે અને આજે અમે અહીં તમારા માટે કેટલાક આવા જ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે પહેલી જાન્યુઆરથી બદલાઈ રહ્યા છે. આ સિવાય કેટલાક એવા કામ પણ છે કે જે તમારે પહેલી જાન્યુઆરી પહેલાં કરી લેવા જોઈએ, નહીંતર તમારી મુશ્કેલીઓ વધી શકે છે. આવો જોઈએ શું છે આ નવા નિયમો કે કામો…
ડિમેટ એકાઉન્ટ નોમિની એડ કરી લો, નહીંતર…
જો તમે પણ સ્ટોક માર્કેટમાં પૈસા રોકો છો તો તમારે 31મી ડિસેમ્બર પહેલાં જ તમારા ડિમેટ એકાઉન્ટમાં નોમિનીનું નામ એડ કરાવવું જોઈએ, કારણ કે સેબીએ ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશનની લાસ્ટ ડેડલાઈન 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જો તમે તમારા એકાઉન્ટમાં નોમિનીનું નામ એડ નહીં કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે અને એને કારણે શેર્સ ખરીદી કે વેચી નહીં શકો. આ સિવાય તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ નહીં કરી શકો.
ITR ફાઈલ કરી લો…
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ITR ફાઈલ કરવાની લાસ્ટ ડેડલાઈન 31મી જુલાઈ નક્કી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને લંબાવીને 31મી ડિસેમ્બર કરવામાં આવી હતી. જે લોકોએ પોતાનું ITR નથી ફાઈલ કર્યું એવા લોકોએ 31મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટેડ આઈટીઆર ફાઈલ કરવું પડશે, નહીંતર પહેલી જાન્યુઆરીથી વધારે પેનલ્ટી ચૂકવવી પડી શકે છે.
બેંક લોકર એગ્રિમેન્ટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તમામ બેંકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના ગ્રાહકોને લોકર એગ્રિમેન્ટને 31મી ડિસેમ્બર સુધી રિન્યુ કરાવી લે. જો તમે આ કામ 31મી ડિસેમ્બર સુધી નહીં કરો તો બની શકે કે તમારે તમારું બેંકનું લોકર ખાલી કરવું પડી શકે છે. જો તમે પણ બેંકમાં લોકર લીધું છે કો નવા લોકર એગ્રિમેન્ટની પ્રોસેસ ચોક્કસ પૂરી કરી લો.
UPI ID થશે બંધ…
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પેટીએમ, ગૂગલ પે, ફોન પે જેવી ઓનલાઈન પેમેન્ટ UPI ID બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે UPI IDનો ઉપયોગ એક વર્ષથી નથી કરવામાં આવ્યો એની આઈડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારું પણ કોઈ આવી UPI ID છે તો તરત જ એના પરથી ટ્રાન્ઝેક્શન કરીને એને યુઝમાં લઈ આવો.
SBIની આ સ્કીમ થઈ જશે બંધ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ 31મી ડિસેમ્બરથી બંધ થઈ જશે. આ એક 400 દિવસની એફડી છે, જે 7.60 ટકા સુધીનું વળતર મળશે અને આ સ્કીમ હેઠળ પ્રિમેચ્યો અને લોન લેવાની સુવિધા આપવામાં આવે છે.