સમયસર આ નાનકડું કામ કરી લેજો, નહીંતર ડિસેમ્બરથી પેન્શન માટે ભટકવું પડશે | મુંબઈ સમાચાર
નેશનલ

સમયસર આ નાનકડું કામ કરી લેજો, નહીંતર ડિસેમ્બરથી પેન્શન માટે ભટકવું પડશે

બહુ મોટો વર્ગ પેન્શન પર નભે છે. ખાસ કરીને શરીર કામ ન કરે અને ઘરમાં કમાણી કરનારું કોઈ ન હોય ત્યારે સરકારી કે અર્ધસરકારી નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવાર માટે પેન્શન મોટી રાહત રહે છે. જોકે પેન્શન મેળવવા ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે અને ક્યારેક સરકારી ઝંઝટમાં પડવું પડે છે. જો તમારે આ ઝંઝટમાં ન પડવું હોય તો એક કામ તમારે અત્યારે જ કરી લેવાની જરૂર છે.

30 નવેમ્બર પહેલા કરો આ કામ

પેન્શન મેળવવા માટે દર વર્ષે સમયસર જીવન પ્રમાણપત્ર આપવાનું હોય છે. 80 વર્ષની વય કરતા વધારે વય ધરાવતા પેન્શનધારકોએ 30 નવેમ્બર સુધીમા આ પ્રમણપત્ર રજૂ કરી દેવાનું છે. 60થી 80 વર્ષના તમમ પેન્શનધારકોએ 1લીથી 30 નવેમ્બર સુધીમાં આ કામ કરવાનુ છે.

કઈ રીતે આપશો પ્રમાણપત્ર

જો તમે ટેકનોસેવી છો, અથવા તો તમારા ઘર પરિવારની મદદથી તમે આ સર્ટિફિકેટ ઓનલાઈન અપલૉડ કરી શકો છો તો ઘરે બેઠા મિનિટોમાં આ કામ થઈ જશે. જો તેમ ન થાય તેમ હોય તો તમે તમારા ઘર આસપાસની પોસ્ટઓફિસના પોસ્ટમેનને ઘરે પણ બોલાવી તેને આપી જે તે સરનામે પોસ્ટ કરી શકો છો.

જીવન પ્રમાણપત્ર પેન્શનધારકો માટે બાયોમેટ્રિક આધારિત ડિજિટલ પ્રમાણપત્ર છે. નિવૃત કમર્ચારીઓ માટે આ ફરજિયાત અને મહત્વનો દસ્તાવેજ છે. આથી જો આ પ્રમાણપત્ર તમે રજૂ નહીં કરો તો ડિસેમ્બરથી તમને પેન્શન મળશે નહીં. તમારે બેક અથવા પોસ્ટ ઓફિસની અધિકૃત એપ ડાઉનલોડ કરવાની છે. આવશ્યક માહિતી આપી પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. જો આમ ન કરવું હોય અને તમારી નજીક જીવન પ્રમાણપત્ર કેન્દ્ર હોય, બેંક કે કોમન સર્િવસ સેન્ટર હોય તો તેને મળીને પણ નોંધણી કરી શકાય છે.

આ પણ વાંચો…રાજ્ય સરકારના કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર, જાણો વિગત…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button