નેશનલ

કરો રામલલ્લાના ગર્ભગૃહના પ્રથમ દર્શનઃ ક્લિક કરો અને જુઓ કેવું ભવ્ય છે ગર્ભગૃહ…

અયોધ્યાઃ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મંદિરના ગર્ભગૃહની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને ભક્તોને તેના પ્રથમ દર્શન કરાવતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચિવ ચંપત રાયે શનિવારે રામ મંદિર અંગે કેટલીક મહત્ત્વની જાણકારી પણ આપી હતી.

ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, પ્રભુ શ્રી રામલલાના ગર્ભગૃહ સ્થાનનું મોટાભાગનું કામકાજ પૂરું થઈ ચૂક્યું છે અને હાલમાં જ લાઈટિંગ-ફિટિંગનું કામ પૂરું થયું છે. હું અહીં તમારી સાથે ગર્ભગૃહના કેટલાક ફોટો શેર કરી રહ્યો છું.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના તમામ રાજ્ય, ભાષા, ધર્મગુરુ, દરેક સંપ્રદાયના સંત હાજરી આપસે. એટલું જ નહીં આ મંદિરના નિર્માણકાર્યમાં સંકળાયેલા શ્રમિકોને 22મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીના યોજાશે અને આ મહોત્સવમાં આશરે 4000 જેટલા સંત-મહાત્માઓ હાજરી આપશે અને એની સાથે સાથે વિવિધ ક્ષેત્રની જાણિતી હસ્તીઓને પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ચંપતરાયે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવેલા આંદોલનમાં બલિદાન આપનારા મહાન આત્માઓના પરિવારજનોને પણ આ ઉત્સવમાં હાજર રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button