નેશનલસ્પેશિયલ ફિચર્સ

Fastag KYC: જો આ કામ આજે નહીં કરો તો આવતી કાલથી બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ છે, આવતી કાલે એપ્રિલ મહિનો શરુ થવાનો છે, સાથે જ ઘણા નિયમો પણ બદલાશે. હાઈ વે પર ટોલ ટેક્સ ચુકવવા માટે જો તમે ફાસ્ટેગ(Fastag)નો ઉપયોગ કરતા હોઉં તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. ફાસ્ટેગ સાથે KYC અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો ફાસ્ટેગ આ સમયમર્યાદા સુધીમાં અપડેટ નહીં થાય, તો 1 એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે.

ફાસ્ટેગ સાથે KYC અપડેટ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે. જો આજે KYC અપડેટ નહીં થાય તો, આવતી કાલથી ફાસ્ટેગ નિષ્ક્રિય કરવામાં થઇ જશે, એવામાં વાહન ચાલકે બેગણો ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

આ રીતે ફાસ્ટેગ KYC અપડેટ કરી શકાય છે:

  1. સૌથી પહેલા બેંક સાથે જોડાયેલી ફાસ્ટેગ વેબસાઈટ ઓપન કરો
  2. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો અને OTP દાખલ કરો
  3. માય પ્રોફાઇલ વિભાગમાં જાઓ અને KYC ટેબ પર ક્લિક કરો
  4. એડ્રેસ પ્રૂફ જેવી જરૂરી વિગતો ભર્યા પછી સબમિટ કરો.
  5. ત્યાર બાદ KYC પૂર્ણ થશે. હવે તમારું KYC સ્ટેટસ KYC પેજ પર દેખાશે.

ફાસ્ટેગનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  1. fastag.ihmcl.com ઓપન કરીને ફાસ્ટેગનું સ્ટેટસ ચેક કરી શકાય છે.
  2. જ્યારે વેબ પેજ ખુલે, ત્યારે વેબસાઈટના ઉપરના જમણા ભાગમાં લોગિન ટેબ પર ક્લિક કરો
  3. લોગ ઇન કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો, પછી OTP દાખલ કરો
  4. લોગ ઇન કર્યા પછી, ડેશબોર્ડ પર માય પ્રોફાઇલ વિભાગ પર ક્લિક કરો.
  5. માય પ્રોફાઇલ વિભાગમાં, તમને તમારા FASTag ની KYC સ્થિતિ અને રજીસ્ટ્રેશન દરમિયાન સબમિટ કરવામાં આવેલી પ્રોફાઇલ વિગતો પણ જોવા મળશે.
  6. તમે તમારી બેંકની વેબસાઇટ પરથી પણ આ ચેક કરી શકો છો.

FASTag KYC માટે જરૂરી દસ્તાવેજો

  1. વાહન નોંધણી પ્રમાણપત્ર
  2. આઈડી પ્રૂફ
  3. સરનામાનો પુરાવો
  4. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
  5. આઈડી અને એડ્રેસ પ્રૂફ માટે પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button