નેશનલ

પ્રયત્નો ભલે નિષ્ફળ જાય, પરંતુ…ડી.કે. શિવકુમારની પોસ્ટથી કર્ણાટકમાં સર્જાયું રાજકીય કૂતુહલ

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારનો અડધો કાર્યકાળ પૂરો થતાં હવે ડી.કે. શિવકુમારને મુખ્ય પ્રધાન બનાવાય તેવી પાર્ટીના કેટલાક ધારાસભ્યો માંગ કરી રહ્યા છે.

આ અંગે ગત વર્ષે પણ પાર્ટી હાઈકમાન્ડ સાથે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમાર બેઠકો કરી ચૂક્યા છે. જોકે, હજુ સુધી કૉંગ્રેસ હાઈકમાન્ડે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે હવે તાજેતરમાં ડી.કે. શિવકુમારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ડી.કે. શિવકુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ કર્ણાટકના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

પ્રયત્નો ભલે નિષ્ફળ જાય, પરંતુ…

13 જાન્યુઆરી 2026ના રોજ રાહુલ ગાંધી તમિલનાડુથી દિલ્હી જઈ રહ્યા હતા. એવા સમયે મૈસુર એરપોર્ટ ખાતે ટારમેક પર રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર સાથે વારફરતી મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની આ મુલાકાત બાદ ડી.કે. શિવકુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે, ‘પ્રયત્નો ભલે નિષ્ફળ જાય, પરંતુ પ્રાર્થના નિષ્ફળ જતી નથી.’

ડી.કે. શિવકુમારની આ પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકીય વિશ્લેષકો આને એક પોલિટિકલ મેસેજ ગણી રહ્યા છે. રાહુલ ગાંધીએ હજુ પણ તેમને રાહ જોવાનું કહ્યું હોય એવું રાજકીય વિષ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલવા માટેની વિસ્તૃત ચર્ચા માટે બંને નેતાઓને જલ્દી દિલ્હી બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ડી.કે. શિવકુમાર કહી ચૂક્યા છે કે, હું મુખ્ય પ્રધાન બનવા ઈચ્છું છું. સિદ્ધારમૈયાએ પણ એ સ્પષ્ટ પણે કહી દીધું છે કે, આ અંગે હાઈકમાન્ડ નિર્ણય કરશે. બંને નેતાઓ હાઈકમાન્ડના નિર્ણયને માન્ય રાખશે. જોકે, સંજોગોમાં બંને નેતાઓની રાહુલ ગાંધી સાથેની મુલાકાતને રાજકીય વિશ્લેષકો મહત્ત્વપૂર્ણ માની રહ્યા છે.

આ પણ વાંચો…ડી કે શિવકુમારની સ્પષ્ટતા, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચોનું આયોજન ચાલુ રખાશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button