દિવાળી સમયે Food Delivery Appએ કર્યો ખેલા, હવે ફૂડ ઓર્ડર કરવું પડશે મોંઘું…
તહેવારની સિઝન ચાલી રહી છે અને આ સમયે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારાઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ હવે બરાબર તહેવારો ટાંકણે જ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato) અને સ્વિગી (Swiggy)એ પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. હવે ઓર્ડર દીઠ 10 રૂપિયાની પ્લેટફોર્મ ફી આપવી પડશે. સૌથી પહેલાં ઝોમેટોએ પ્લેટફોર્મ ફી વધારવાની જાહેરાત કરી હતી અને હવે સ્વિગીએ પણ ફીમાં વધારો કરી છે.
બુધવારે સ્ટોક એક્સચેન્જે ઝોમેટો ફેસ્ટિવ સિઝનમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી એપમાં આવેલી તેજીને કારણે પ્લેટફોર્મ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવાની મીડિયામાં આવેલા સમાચારોને લઈને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. ઝોમેટો એક લિસ્ટેડ કંરની એટલે એની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી. ગુરુવારે 24મી ઓક્ટોબરના ઝોમેટોએ સ્ટોક એક્સચેન્જ પાસે ફાઈલ કરવામાં આવેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે અમે એ જણાવવા માંગીએ છીએ કે આ અફવા નથી, કારણ કે મીડિયામાં છપાયેલા સમાચારમાં સોર્સ તરીકે ઝોમેટો મોબાઈલ એપનો જ હવાલો આપવામાં આવ્યો છે જે સાર્વજિનક સ્તરે ઉપલબ્ધ છે અને એને કોઈ પણ જોઈ શકે છે.
ઝોમેટોએ જણાવ્યું હતું કે અમે લોકોએ બુધવાર 23મી ઓકટોબરથી પ્લેટફોર્મ ફીસમાં વૃદ્ધિ કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યું હતું કે આવા પ્રકારનો બદલાવ એ રૂટિન બિઝનેસનો મામલો છે અને સમયાંતરે કંપની દ્વારા આવા નિર્ણય લેવામાં આવતા હોય છે. કંપનીએ જણાવ્યું હતું કે એક શહેરથી બીજા શહેરનું પ્લેટફોર્મ ફીસ અલગ અલગ પણ હોય શકી છે. ઝોમેટોએ પહેલાં જ્યાં 6 પ્રતિ ઓર્ડર પ્લેટફોર્મ ફી ચાર્જ કરી રહી હતી અને હવે કંપનીએ આ ફી વધારીને 10 રૂપિયા કરી દીધી છે. સ્વિગી પહેલાં 7 રૂપિયા પ્લેટફોર્મ ફી વસુલ કરતી હતી અને હવે આ ફી વધારીને 10 રૂપિયા કરી દીધી છે.
ઝોમેટોએ આગળ એવું પણ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ફીમાં વધારો એ એક તાત્કાલિક
લેવાયેલો નિર્ણય છે. જે ફેસ્ટિવ સીઝનમાં ઓર્ડરમાં જોવા મળેલા ઉછાળાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ એવું પણ કહ્યું છે કે આ ફીના માધ્યમથી ઝોમેટોને પોતાના બિલ ચૂકવવામાં મદદ મળશે.