નેશનલ

આ કલેક્ટરે ભારે કરી પહેલાં તો ડ્રાઇવરની ઔકાત કાઢી અને પછી માફી માંગી

ભોપાલ: શાજાપુરના કલેક્ટર કિશોર કન્યાલે ડ્રાઇવરોને ક્યા ઔકાત હૈ તુમ્હારી એમ કહેતાં હોબાળો મચી ગયો હતો. મામલો ભડકતા રાજધાની ભોપાલથી કલેક્ટર પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. અને હવે આ કિસ્સાને શાંત કરવા માટે કલેક્ટરે ડ્રાઇવરોની માફી માંગી છે.

ઘટના અંગે કલેક્ટર કિશોર કન્યાલે જણાવ્યું કે, જિલ્લા અને પોલીસ પ્રશાસન દ્વારા જિલ્લાના 250 ડ્રાઇવર્સની એક બેઠક બોલાવી હતી. વાત એમ છે કે સોમવારે એમાંથી કેટલાંક ડ્રાઇવરોએ ઉપદ્રવ મચાવ્યો હતો. અને તેને કારણે કલેક્ટર ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા હતાં કે કાયદો હાથમાં ના લો. લોકશાહીની રીતે તમારો વિરોધ પ્રદર્શન કરો. દરમિયાન બેઠકમાં હાજર એક વ્યક્તિ વારંવાર અવરોધ ઊભો કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે 3 જાન્યુઆરી સુધી જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે કોઇ પણ સ્તર સુધી જઇશું. અને આ વાત ચાલી રહી હતી દરમિયાન મારા મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા હતાં. જો કોઇને મારા કારણે દુ:ખ પહોચ્યું હોય તો હું એમની માફી માંગુ છું.

કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન માટે બનાવવામાં આવેલ કાયદાના વિરોધમાં મધ્ય પ્રદેશના શાજાપુરમાં ડ્રાઇવર એસોસિએશને સોમવારે અને મંગળવારે ઉગ્ર આંદોલન કર્યુ હતું. આંદોલન કરાનારાઓએ ચક્કા જામ કર્યુ હતું. આ મુદ્દે જિલ્લા કલેક્ટર કિશોર કન્યાલ દ્વારા ડ્રાઇવરો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે કહ્યું કે, કોઇ પણ કાયદાને પોતાના હાથમાં ના લે.

કલેક્ટર જ્યારે સમજાવી રહ્યાં હતાં ત્યારે એક ડ્રાઇવર વચ્ચે બોલી ઉઠ્યો કે, સારી રીતે રહી દો, જો 3 તારીખ સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે કોઇ પણ હદ સુધી જઇશું. આ સાંભળીને જ કલેક્ટર ભડકી ગયા અને બોલ્યા કે આમા ખોટું શું છે? સમજે શું પોતાને? શું કરીશ તું? તારી ઓકાત શું છે? ડ્રાઇવરે હતું કહ્યું કે આ જ તો ઝઘડો છે કે અમારી કોઇ ઔકાત નથી
અને આ બોલાચાલીમાં મામલો વધુ ગરમાયો હતો. આખરે કલેક્ટરને આ મુદ્દે માફી માંગવી પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button