નેશનલ

દિશા સાલિયન મોતઃ પિતાની એફઆઈઆર સહિત પોલીસના ક્લોઝર રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

મુંબઈઃ દિશા સાલિયનનો કેસ ભલે 5 વર્ષ જૂનો હોય, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ જામ્યું છે. આ મામલે એક તરફ ઠાકરે પરિવારના દીકરા આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધાઈ છે તો હવે બીજી બાજુ ખુદ દિશાના પિતા સતીશ સાલિયન મામલે પોલીસ ક્લોઝર રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તે ચોંકાવનારા છે.

સતીશ સાલિયને જ હાલમાં બોમ્બે હાઈકોર્ટમાં અને મુંબઈ પોલીસમાં અરજી કરી છે કે તેની દીકરીની આત્મહત્યા ન હતી, પરંતુ હત્યા હતી અને આ કેસની નવેસરથી તપાસ કરવામાં આવે. આ સમયે અગાઉ પોલીસે કરેલા રિપોર્ટ્સના તારણો બહાર આવ્યા છે.

આપણ વાંચો: દિશા સાલિયનના પિતા ફરી જૉઈન્ટ કમિશનરને મળ્યા: ગુનો નોંધી કાર્યવાહીની માગણી કરી

પિતાના અફેરથી દિશા હતી પરેશાન

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દિશાના પિતાને તેમના કામના સ્થળે એક મહિલા સાથે અફેર હતો અને આ અફેર પાછળ તે દિશાના કમાયેલા પૈસા વેડફી નાખતા હતા. દિશાના પૈસા આ રીતે વેડફાતા હોવાથી અને પિતાનો બીજે અફેર હોવાની વાત જાણી દિશા ખૂબ જ વ્યથિત રહેતી હતી.

આ સાથે દિશાએ બે પ્રોજેક્ટ હાથમાં લીધા હતા પણ તે આગળ વધી રહ્યા ન હતા. અમુક મિત્રો સાથે પણ તેનાં મતભેદ થયા હતા. બધાથી દિશા કંટાળી ગઈ હતી. અહેવાલ પ્રમાણે તેનાં મંગેતરે અને તેનાં મિત્રોએ પણ આવો જ મત આપ્યો છે કે દિશા ખૂબ જ દુઃખી રહેતી હતી.

આપણ વાંચો: અમે મજા લઈ રહ્યા છીએઃ દિશા સાલિયન કેસમાં આરોપો સામે સંજય રાઉતે આમ કેમ કહ્યું

અગાઉના અહેવાલોમાં દિશાના માથામાં ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. દિશા સાથે કોઈ દુષ્કૃત્ય હોવાનું પોસ્ટમોર્ટ્મના રિપોર્ટ્સમાં આવ્યું નથી.

જોકે દિશાના પિતાએ આ ક્લોઝર રિપોર્ટને પાયા વિનાનો કહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button