નેશનલ

ચૂંટણી પરિણામો પહેલાં GDPના આંકડા નિરાશાજનક, ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો

ચૂંટણી પરિણામો પહેલાં GDPના આંકડા નિરાશાજનક, ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો

નવી દિલ્હી: આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (Ministry of Statistics and Programme Implementation)એ શુક્રવાર, 31 મેના રોજ ભારતના GDP સંબંધિત આંકડા રજૂ કર્યા હતા. નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં જીડીપી 7.8 ટકા રહ્યો હતો. અગાઉ, ગયા નાણાકીય વર્ષના ત્રણેય ત્રિમાસિક ગાળામાં આ આંકડો 8 ટકાથી વધુ હતો. ગયા નાણાકીય વર્ષમાં ભારતની રાજકોષીય ખાધ અંદાજે રૂ. 16.54 લાખ કરોડ હતી. જે સરકારના 5.8 ટકાના અનુમાનથી ઘટીને 5.6 ટકા થઈ ગયો છે.

નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપી ડેટા ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.4 ટકાના દરે વૃદ્ધિ પામી છે. અગાઉ, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.1 ટકા અને જૂન ક્વાર્ટરમાં 8.2 ટકા હતો. ભારતીય અર્થતંત્રે તમામ અંદાજોને વટાવીને દર ક્વાર્ટરમાં 8 ટકાથી વધુનો વિકાસ દર હાંસલ કર્યો હતો.

આ પણ વાંચો : India GDP: જાણો કેવી રહેશે દેશની અર્થ વ્યવસ્થા, નાણામંત્રીએ કહ્યું, ‘સાચા ટ્રેક પર દોડી રહી છે દેશની ઈકોનોમી…’

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24ના કામચલાઉ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ મુજબ વાસ્તવિક જીડીપી 8.2 ટકાના દરે વધ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર 7.0 ટકા હતો. રિયલ ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) પણ નાણાકીય વર્ષ 2022-23 માટે 6.7 ટકાની સામે વધીને 7.2 ટકા થઈ ગયો છે. એવું અનુમાન છે કે વાસ્તવિક જીડીપી 7.8 ટકા અને વાસ્તવિક જીવીએ 6.3 ટકા હોઈ શકે છે. જો કે, વાસ્તવિક આંકડા આ અંદાજ કરતાં વધી ગયા.

નાણાકીય વર્ષ 2023-24માં નોમિનલ જીડીપીનો વૃદ્ધિ દર 9.6 ટકા રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કારણે વાસ્તવિક જીવીએમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 9.9 ટકા હતો. નાણાકીય વર્ષ 2022-23માં તે -2.2 ટકા હતો. આ સાથે ખાણકામ ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં તે 1.9 ટકાથી વધીને 7.1 ટકા થઈ ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button