મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની આ કેસમાં ધરપકડ…

નવી દિલ્હી: મહાકુંભ મેળામાં વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર થયા બાદ, દિલ્હીના નબી કરીમ પોલીસ સ્ટેશન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. સનોજ મિશ્રા પર આરોપ છે કે એક નાના શહેરની હિરોઈન બનવાની ઈચ્છા રાખતી યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાને ફરીથી ફોન કરીને રેલ્વે સ્ટેશન પર બોલાવી
આ કેસની પ્રાપ્ત માહિતી ઝાંસીમાં રહેતી પીડિતા વર્ષ 2020 માં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સનોજ મિશ્રાના સંપર્કમાં આવી હતી. તેમની સાથે થોડીવાર વાતચીત ચાલુ રહી અને પછી ડિરેક્ટરે 17 જૂન, 2021 ના રોજ તેને ફોન કર્યો અને કહ્યું કે તે ઝાંસી રેલ્વે સ્ટેશન પહોંચી ગયા છે. જ્યારે પીડિતાએ સામાજિક દબાણનો હવાલો આપીને તેને મળવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપી સનોજ મિશ્રાએ આત્મહત્યા કરવાની ધમકી આપી. તેની બાદ ડરના કારણે પીડિતા તેને મળવા ગઈ. બીજા દિવસે, 18 જૂન 2021 ના રોજ, આરોપીએ પીડિતાને ફરીથી ફોન કરીને રેલ્વે સ્ટેશન પર બોલાવી અને આત્મહત્યા કરવાની ધમકી આપી.
આ પણ વાંચો: સલમાનની ‘ફ્લોપ ફિલ્મો’નું લિસ્ટ જાણો, અમુક ફિલ્મના નામ તો યાદ પણ નહીં હોય!
ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને શોષણ
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ત્યાથી આરોપી તેને એક રિસોર્ટમાં લઈ ગયો અને નશીલા પદાર્થો આપ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ FIRમાં જણાવ્યું છે કે આરોપીઓએ તેના વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા અને જો તે વિરોધ કરશે તો તેને જાહેર કરવાની ધમકી આપી હતી. તેની બાદ લગ્નના બહાને ઘણી વખત અલગ અલગ જગ્યાએ બોલાવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેની બાદ ફિલ્મોમાં કામ અપાવવાનું વચન આપીને લાલચ આપી.
મોનાલિસાને લઇ એક ફિલ્મ બનવા જઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, સનોજ મિશ્રા મહાકુંભમાં માળા વેચીને સોશિયલ મીડિયામા છવાયેલી મોનાલિસાને લઇ એક ફિલ્મ બનવા જઈ રહ્યા છે. ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમની આગામી ફિલ્મ ધ ડાયરી ઓફ 2025 માં મોનાલિસાને લેવાની જાહેરાત કરી હતી. સનોજ મિશ્રા મોનાલિસાને અભિનયની તાલીમ આપી રહ્યા છે અને મોનાલિસાને પોતાની સાથે કેટલીક જગ્યાએ લઈ જઈ રહ્યા છે.
આ પણ વાંચો: કોમેડી કે અશ્લીલતા! પોતાની જ માતા પર અભદ્ર કોમેડી કરીને મહિલા કોમેડિયને વિવાદ સર્જ્યો
મોનાલિસા પણ સનોજ મિશ્રા સાથે વિમાનમાં મુસાફરી કરતી જોવા મળી
હાલમા જ મોનાલિસા પણ સનોજ મિશ્રા સાથે વિમાનમાં મુસાફરી કરતી જોવા મળી હતી. ત્યારે ઘણી જગ્યાએ આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે સનોજ મિશ્રા મોનાલિસાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સનોજ મિશ્રાએ આ આરોપોનો જવાબ પણ આપ્યો હતો.