Diljit Dosanjh Meets PM Modi Farmers Upset

‘ગાયકોને મળવાનો સમય છે પણ અમને નહીં,’ પીએમ મોદીને મળ્યા દિલજીત દોસાંજ તો નારાજ થયા કિસાન નેતા…

નવી દિલ્હીઃ ‘દિલ લ્યુમિનાટી’ ટૂર સમાપ્ત થયા પછી પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથે દિલજીત દોસાંજની આ મુલાકાત હવે ચર્ચામાં છે. હવે દિલજીતની પીએમ મોદી સાથેની મુલાકાત પર ખેડૂત નેતાઓ ગુસ્સે થયા છે. તેમણે હવે દિલજીતની ટીકા કરી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં સાવરકરના નામે કોલેજના શિલાન્યાસને લઈને ગરમાયું રાજકારણ; કોંગ્રેસ-ભાજપ આમને સામને

દિલજીત દોસાંજે બુધવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે મોદીને ભેટ પણ આપી હતી. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિલજીતે પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી. તેઓ પીએમ મોદીને ફૂલોનો ગુલદસ્તો આપતા પણ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ પણ દિલજીતની ઉપલબ્ધિઓના વખાણ કર્યા હતા. પીએમ મોદી સાથેની મુલાકાત બાદથી જ દિલજીત દોસાંજ ખેડૂતોની ટીકાનો સામનો કરી રહ્યા છે. શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓ તેમની પીએમ સાથેની મુલાકાતથી ખુશ નથી. તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.

ખેડૂતોના નેતાએ જણાવ્યું હતું કે જો દિલજીતને અમારી પરવા હોત તો તે અમને મળવા આવ્યો હોત, શંભુ બોર્ડર પર અમને આવીને મળ્યો હોત. દિલજીત દોસાંઝે પીએમ મોદીને નહીં પરંતુ ખેડૂતોને મળવા આવવું જોઈતું હતું. પીએમ મોદીને મળ્યા બાદ તેમના ઇરાદા પર શંકા ઊભી થાય છે.

દરમિયાન દિલજીત દોસાંજે પીએમ મોદી સાથેની મુલાકાતને શાનદાર મુલાકાત ગણાવી હતી. તેમણે પીએમ મોદી સાથે થોડો સમય પણ ગાળ્યો હતો અને વાતચીત તેમ જ હસીમજાક પણ કરી હતી.

આ પણ વાંચો : વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ અજમેર શરીફ દરગાહે ચાદર મોકલાવી

નોંધનીય છે કે જગજીત સિંહ ડલ્લેવાલ છેલ્લા 38 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. તેમના ઉપવાસ તોડાવાને મુદ્દે કેન્દ્ર અને પંજાબ સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

Back to top button