નેશનલવેપાર

Digital India: યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય

મુંબઇ: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઇએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૨૨૩ લાખ કરોડ રૂપિયાના ૧૫,૫૪૭ કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે.

નાણા મંત્રાલયે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અંગે યુપીઆઇ સંબંધિત ડેટા શેર કર્યો છે.

૨૦૧૬માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. એક જ મોબાઈલ એપ્લિકેશનમાં મલ્ટીપલ બેન્ક ખાતાઓને એકીકૃત કરીને ઓનલાઈન ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવતી સિસ્ટમ યુપીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ સાત મહિનામાં ગતવર્ષની તુલનાએ બમણા ટ્રાન્જેક્શન નોંધાયા છે.

આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં, ૭૫૦ મિલિયનથી વધુ લોકોએ રૂ રૂ. ૬૩,૮૨૫.૮ કરોડના ટ્રાન્જેક્શન યુપીઆઈ રૂપે ક્રેડિટ કાર્ડ મારફત કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં, યુપીઆઇ રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શનની સંખ્યા ૩૬૨.૮ મિલિયન હતી, જેનું કુલ મૂલ્ય રૂ. ૩૩,૪૩૯.૨૪ કરોડ હતું. સરકારે સપ્ટેમ્બર ૨૦૨૨માં રૂપે ક્રેડિટ કાર્ડ પર UPI વ્યવહારોની સુવિધા શરૂ કરી હતી.

આ પણ વાંચો…ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી હલચલ, Bitcoin નો ભાવ રેકોર્ડ હાઇ પણ પહોંચ્યો

જેમાં યુઝર્સ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી સરળતાથી ટ્રાન્જેક્શન કરી શકે છે.
ઓક્ટોબરમાં લગભગ ૧૭ અબજનું ટ્રાન્જેક્શન નોંધાયું છે. ઑક્ટોબર ૨૦૨૪માં યુપીઆઈ દ્વારા ૧૬.૫૮ અબજનું ટ્રાન્જેક્શન નોંધાયું છે. નવેમ્બરમાં યુપીઆઈ ટ્રાન્જેક્શન્સની સંખ્યા ૩૮ ટકા વધીને ૨૪ ટકા વધી રૂ. ૨૧.૫૫ લાખ કરોડ થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button