નેશનલ

ક્યૂઆર કૉડ સાથે રાખી ભિખ માગતા ડિજિટલ ભિખારીનું મોત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને મહત્વ આપે છે. નૉટબંધી અને ખાસ કરીને કોરોનાના કાર્યકાળ બાદ લોકો પણ મોટા પ્રમાણમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા છે. પાણીપુરીથી માંડી શાકભાજીની લારીવાળા પાસે પણ ક્યૂઆર કૉડ હોય છે ત્યારે એક અલગ જ પ્રોફેશનના વ્યક્તિએ પોતાના ક્યૂઆર કૉડને લીધે સૌનું ધ્યાન દોર્યું હતું અને તે છે રાજૂ ભિખારી. રાજૂના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા જેમાં તે ગળામાં ક્યૂ આર કૉડ લટકાવી ભીખ માગતો જોવા મળ્યો હતો. આ રાજૂના મોતના સમાચાર આવ્યા છે. એક અહેવાલ અનુસાર રાજૂનું મોત થઈ ગયું છે.

જોકે તેના મોત પાછળ પણ શંકાઓ સેવાઈ રહી છે. હૉસ્પિટલમાં દાખવવામાં આવેલી બેદરકારીને લીધે તેનું મોત થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બિહારના આ રાજૂની ખબરો ફેલાઈ રહી છે.

આ રાજૂ ભિખારી હોવા છતાં લોકોને વ્યાજે પૈસા આપતો હોવાના અહેવાલો પણ અગાઉ વહેતા થયા હતા અને તે આ વ્યાજે આપેલા પૈસાનો હિસાબ ટેબલેટમાં રાખતો હોવાનું જાણવા મળ્યું હતું.

રાજૂ પોતાને વડા પ્રધાન મોદી અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવનો ચાહક જણાવતો હતો.
થોડા દિવસ પહેલા રાજૂની તબિયત બગડતા સ્થાનિક લોકોએ તેને બેતિયા વિસ્તારની જેએમસીએચ હૉસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. ડોક્ટરોના કહેવા અનુસાર તેના હૃદયની ગતિ ધીમી પડી ગઈ હતી અને તેનું મોત થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button