નેશનલ

પંજાબ આપ અને કોંગ્રેસ વચ્ચેના મતભેદો રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા

પંજાબમાં કોંગ્રેસના વિધાનસભ્યની ધરપકડની બાબતે કોંગ્રેસની પંજાબ યુનિટ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મતભેદો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયા છે. વિધાનસભ્યની ધરપકડ અંગે પૂછવામાં આવતા, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પક્ષ અન્યાય સહન કરશે નહીં અને જેઓ અન્યાય કરે છે તેઓ લાંબો સમય ટકી શકતા નથી.
પંજાબમાં બંને પક્ષો વચ્ચેના મતભેદો અને હવે કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણી બાદ ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં ભંગાણની શક્યતા છે. વિપક્ષી પાર્ટીઓનું ‘ઇન્ડિયા’ ગઠબંધન આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાની મહત્વાકાંક્ષા સાથે બનાવવામાં આવ્યું હતું, જોકે એ પહેલા જ પક્ષોમાં આંતરિક મતભેદો બહાર આવી રહ્યા છે.

આ વિવાદ કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડથી શરૂ થયો હતો, ખૈરા પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તા અને આમ આદમી પાર્ટી સાથેના કોઈપણ ગઠબંધનના વિરોધી રહ્યા છે. તેમની ધરપકડ 2015માં ડ્રગ સ્મગલિંગ અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં થઈ હતી.

કોંગ્રેસના નેતાએ પંજાબના શાસક પક્ષ આમ આદમી પાર્ટી ‘લોહીની તરસી’ હોવાનું કહીને ગંભીર આરોપ મુક્યા છે. જો કે, પંજાબના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ કેસમાં નવા પુરાવા બહાર આવ્યા છે અને પક્ષના સભ્યપદને ધ્યાનમાં લીધા વિના કાયદો દરેક માટે સમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker