શું અરૂણ જેટલી પણ લાવ્યા હતા વિરાસત ટેક્સ જેવો કાયદો?
નવી દિલ્હીઃ Congress leader Sam Pitrodaએ વિરાસત ટેક્સ અંગે નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાઓ કૉંગ્રેસ પર વરસી પડ્યા છે ત્યારે એક અહેવાલ દ્વારા એવી માહિતી મળી છે કે મોદી સરકારમાં તત્કાલિન નાણા પ્રધાન અરૂણ જેટલી પણ આવો ટેક્સ લાવવા માગતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સમગ્ર ભાજપ વિરોધી કોંગ્રેસ પર આક્રમક બની ગયા છે. 2017માં આ પ્રકારનો ટેક્સ લાવવા જેટલીએ કાયદામાં ફેરફાર સૂચવ્યો હતો. જો કે, તેને વારસાગત કર નામ આપવામાં આવ્યું ન હતું અને એવું પણ કહી શકાય નહીં કે સરકારનો વારસાગત મિલકત પર કર લાદવાનો ઇરાદો હતો, પરંતુ, કાયદામાં ફેરફાર કરી પૈતૃક સંપત્તિ મેળવનારને પણ ટેક્સ ચૂકવવો પડે, તેવી જોગવાઈ કરવાની ઈચ્છા જેટલીએ વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કાયદાનો ભારે વિરોધ થયો હતો અને તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
2017માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કાયદામાં સુધારો કર્યો હતો. આ મુજબ, જો કોઈ વ્યક્તિને રોકડ અથવા 50 હજાર રૂપિયાથી વધુની કોઈ મિલકત મળે છે, તો તેને અન્ય સ્ત્રોતોમાંથી આવક હેઠળ ગણવામાં આવશે અને તેના પર ટેક્સ વસૂલવામાં આવશે, તેવો વિચાર હતો. જોકે આમાં ખાનગી ટ્રસ્ટનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતમાં આ પ્રકારનો ટેક્સ હતો, પરંતુ 1985 આસપાસ રાજીવ ગાંધીએ જ ખતમ કરી નાખ્યો હતો.