
રાંચી: ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…’ એની જેમ જો આપણે ક્રિકેટના દ્રષ્ટિકોણથી ‘સારે જહાં સે અચ્છા ધોની હમારા…’ કહીએ તો જરાય અતિશ્યોક્તિ નહીં કહેવાય.
આપણો આ સર્વશ્રેષ્ઠ કૅપ્ટન અને બેસ્ટ વિકેટકીપર-બૅટર ખેલરત્ન, પદ્મશ્રી તથા પદ્મ વિભૂષણ પારિતોષિકોથી સન્માનિત થવા ઉપરાંત ઇન્ડિયન આર્મીની માનદ લેફ્ટનન્ટ કર્નલની પદવી પણ ધરાવે છે એ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ.
તેના કરોડો ચાહકોની જેમ તેણે પણ પ્રજાસતાક દિનની ઉજવણી કરી હતી અને એની રીલ તેની પત્ની સાક્ષીએ મીડિયામાં પોસ્ટ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર સાક્ષીએ આ રીલ પોસ્ટ કર્યા બાદ જોત જોતામાં રીલ વાયરલ થઈ ગઈ હતી. ધોની મોટા ભાગે સોશ્યિલ મીડિયાથી દૂર રહેતો હોય છે, પરંતુ આ સ્પેશિયલ દિવસ હોવાથી તેણે સાક્ષીને એની રીલ પોસ્ટ કરવાની પરવાનગી આપી હશે. એ રીલમાં ધોનીના ચહેરા પર દેશપ્રેમ છલકાતો જોવા મળ્યો અને તે ખૂબ ભાવુક પણ થયો હતો.
સાક્ષીએ બીજી કલીપમાં તેમના ઘરની નજીક ફરકાવવામાં આવેલો તિરંગો બતાવ્યો હતો.