નવી દિલ્હીઃ Directorate General of Civil Aviation (India) દ્વારા આજે એટલે કે 23મી એપ્રિલ, મંગળવારના દિવસે એક મહત્ત્વનું નિવેદન બહાર પાડતા તમામ એરલાઈન્સને 12 વર્ષની નાની વયના બાળકોને ફ્લાઈટમાં તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવામાં આવે એની તકેદારી રાખવાની ભલામણ કરવામાં આવી છે. DGCA દ્વારા આ પગલું ફ્લાઈટ દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યું છે.
DGCA દ્વારા જણાવવામાં આવ્યું છે એરલાઈન્સે એ વાતની તકેદારી રાખવી પડશે કે 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેમના માતા-પિતા કે ગાર્ડિયનની બાજુમાં સીટ આપવામાં આવે, જેઓ એક જ પીએનઆર પર પ્રવાસ કરી રહ્યા હોય. એટલું જ નહીં આ વાતનો ખાસ રેકોર્ડ રાખવાની ભલામણ પણ DGCA દ્વારા કરવામાં આવી છે. અહીંયા તમારી જાણ માટે કે DGCA દ્વારા આ પગલું એ સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે એક બાળકને ફ્લાઈટ દરમિયાન તેના માતા-પિતા સાથે બેસતાં રોકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: DGCAએ Air india અને Spicejet પર લગાવ્યો 30-30 લાખનો દંડ, આ છે કારણ
આ ઉપરાંત DGCA દ્વારા એરલાઈન્સને ઝીરો બેગેજ, મનગમતી સીટ શેયરિંગ, મીલ, ડ્રિંક અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ લઈ જવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આ માટે એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર 01 2024માં પણ આવશ્ય ફેરફાર કરવામાં આવ્યો છે.
DGCA દ્વાવા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ સુવિધા ઓપ્ટ ઈન એટલે કે તમારી મરજીના આધાર પર છે અને તે બિલકુલ ફરજિયાત નથી. પ્રવાસીઓ માટે ઓટો સીટની સુવિધા પણ હોય છે જેમાં તમારી કંપની જ તમારા માટે સીટ પસંદ કરીને એલોટ કરે છે. આવી પરિસ્થિતિમાં આ તમામ યાત્રીઓ કે જેમણે વેબ ચેક ઈન સમયે સીટ નહીં પસંદ કરી હોય તેમને એરલાઈન દ્વારા ઓટોમેટિક સીટ એલોટ કરવામાં આવશે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે