ટોપ ન્યૂઝનેશનલ

DGCAનો મોટો આદેશ: એન્જિન ફ્યુઅલ સ્વિચ તપાસનો DGCAનો આદેશ

નવી દિલ્હીઃ ભારતમાં સેવા આપતી તમામ એરલાઇન્સને તેમના બોઇંગ 787 કાફલામાં ફ્યુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવું પડશે, કારણ કે દેશની એવિયેશન રેગ્યુલેટરી સંસ્થાએ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલને ધ્યાનમાં રાખીને આ અંગે આદેશ જાહેર કરશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા સંભવિત કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે તપાસ રિપોર્ટમાં અમેરિકન નિયમનકાર દ્વારા 2018માં જાહેર કરાયેલા નિર્દેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ફ્યુઅલ સ્વિચ લોકિંગ મિકેનિઝમ્સના નિરીક્ષણની ભલામણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: નાના બાળકો સાથે Air Travel કરનારા Parents માટે DGCAએ લીધો મહત્ત્વનો નિર્ણય…

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) સલાહકારે સ્વિચના આકસ્મિક ઉપયોગને રોકવા માટે 787 સહિત વિવિધ બોઇંગ મોડલોનો ઉલ્લેખ કર્યો હતો. એર ઇન્ડિયાએ તપાસ ટીમને જણાવ્યું હતું કે તેણે આ નિરીક્ષણો હાથ ધર્યા નથી કારણ કે આ અંગેની સલાહ આપવામાં આવી હતી પરંતુ ફરજિયાત નહોતા.

અમદાવાદ દુર્ઘટનામાં સામેલ વિશેષ વિમાન વીટી-એનબીનો 2023થી મેઇન્ટેનન્સનો રેકોર્ડ યોગ્ય હતો, શનિવારે પ્રારંભિક અહેવાલમાં આ અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, તમામ જરૂરી નિરીક્ષણો વર્તમાનમાં ચાલી રહ્યા હતા અને વિમાનના માન્ય ઉડાન યોગ્યતા પ્રમાણપત્રો હતા.

આ પણ વાંચો: જાણો DGCAની બેઠકમાં ક્યા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી?

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઇ 171 ક્રેશની પ્રાથમિક તપાસ પછીથી જ સ્વિચ અને તેમના લોકીંગ મિકેનિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિમાન એરપોર્ટ નજીક તૂટી પડ્યું તેના થોડા સેકન્ડ પહેલા એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે તેણે એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય કેમ બંધ કરી દીધું પરંતુ બીજા પાયલટે તેણે તેમ કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો.

એ તપાસ હજુ પણ બાકી છે કે ફ્યુઅલ કેમ બંધ કરાયું હતું. જો હા તો શું આ માનવીય સંપર્ક હતો, દુર્ઘટના હતી અથવા યાંત્રિક કે સિસ્ટમની ખામી હતી કે નહીં. રિપોર્ટ સામે આવ્યા બાદ એતિહાદ એરવેઝે પોતાના એન્જિનિયરોને બી-787 વિમાન પર સ્વિચ લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવા કહ્યું છે. અન્ય એરલાઇન્સે આવા પગલાં શરૂ કર્યા છે અથવા તેમ કરવાની તૈયારી કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button