ફ્લાઇટમાં પાવર બેન્ક વાપરવા પર પ્રતિબંધ: DGCAએ નવી ગાઈડલાઈન જાહેર કરી

નવી દિલ્હીઃ હવાઈ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ફ્લાઇટમાં પાવર બેન્ક ચાર્જ કરવા અથવા તેનો ઉપયોગ કરવા પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતીય ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ લિથિયમ બેટરીમાં આગ લાગવાની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.
ઓક્ટોબરમાં દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં એક મુસાફરની પાવર બેન્કમાં આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. ડીજીસીએ કડક કાર્યવાહી કરી છે.
ભારતમાં હવાઈ મુસાફરી દરમિયાન પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઈસને ચાર્જ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એરલાઇન્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સીટ પાવર સપ્લાય સિસ્ટમમાં પાવર બેન્ક પ્લગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફક્ત હેન્ડ બેગમાં જ
આપણ વાચો: અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી ‘મોંઘી’: દેશમાં ત્રીજા નંબરનો સૌથી વધુ UDF ચાર્જ!
પાવર બેન્ક અને બેટરી રાખવાની મંજૂરી રહેશે. મુસાફરોને હવે તેમને ઓવરહેડ બિનમાં પાવર બેન્ક અને બેટરી રાખવાની મંજૂરી નથી. ડીજીસીએ એ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે અને આ નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.
ફ્લાઇટ દરમિયાન લિથિયમ બેટરીમાં આગ લાગવાની ઘટનાઓ બાદ ડીજીસીએ એ આ પ્રતિબંધ લાદ્યો હતો. મુસાફરો અને ક્રૂ સભ્યો લિથિયમ બેટરીથી ચાલતા ડિવાઈસ લઈને જતા હતા જેમાં તેમને બોર્ડ પર ચાર્જ કરવાની સુવિધા હતી. જોકે, આ બેટરીઓ દ્વારા ઉભા થતા જોખમોને ઘટાડવા માટે “ખતરનાક સામાન સંબંધિત ચેતવણી પરિપત્ર” જાહેર કરવામાં આવ્યો છે.
આ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ડિવાઈસ ગરમી, ધુમાડો અથવા અસામાન્ય ગંધ બહાર કાઢે છે તો મુસાફરોએ તાત્કાલિક કેબિન ક્રૂને જાણ કરવી જોઈએ અને એરલાઇન્સે લિથિયમ બેટરી સંબંધિત તમામ સલામતી સમસ્યાઓ અને ઘટનાઓની તાત્કાલિક ડીજીસીએને જાણ કરવી જોઈએ. ઉડ્ડયન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ નવા ખતરાને ધ્યાનમાં રાખીને એરલાઇન્સને પણ પ્રતિ મુસાફર એક હેન્ડબેગ નિયમનો કડક અમલ કરવા કહેવામાં આવ્યું છે.



