જાતીય સતામણી કેસ બાદ દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલી, બળાત્કારનો કેસ નોંધાયો
ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કર્ણાટક જાતીય સતામણી વિવાદ વચ્ચે તેની સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. કર્ણાટક પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આઈપીસીની કલમ 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં કલમ 376(2),506 , 354A(1)(ii), 354(B)નો સમાવેશ થાય છે. જ્યારે IT એક્ટની 354(C) ઉમેરવામાં આવી છે.
આ અગાઉ, કર્ણાટક સરકારના ભૂતપૂર્વ પ્રધાન એચડી રેવન્નાએ ગુરુવારે એમપી-એમએલએ કોર્ટમાં જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીનની માંગણી કરી હતી. આ કેસમાં તેનો પુત્ર પ્રજ્વલ રેવન્ના પણ આરોપી છે. આ કેસની સુનાવણી શુક્રવારે નક્કી કરવામાં આવી છે.કર્ણાટક સરકાર દ્વારા પ્રજ્વલ રેવન્ના સામે જાતીય સતામણીના કેસની તપાસ માટે રચવામાં આવેલી SIT એ એચડી રેવન્ના અને પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોટિસ મોકલી છે. એચડી રેવન્નાએ કોર્ટમાં અરજી કરી છે.
પ્રજ્વલ રેવન્ના પર મહિલાઓનું જાતીય સતામણી કરવાનો આરોપ છે. રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. 33 વર્ષીય હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાની કથિત રીતે કેટલીક અશ્લીલ વીડિયો ક્લિપ્સ સામે આવી છે. તેઓ હાસન લોકસભા મતવિસ્તારમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર છે. જ્યાં 26 એપ્રિલે મતદાન થયું હતું. રસોઈયાની ફરિયાદના આધારે એચડી રેવન્ના અને પ્રજ્વલ વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે.પ્રજ્વલ હાલમાં વિદેશમાં છે અને તેણે દેશમાં પરત ફરવા માટે સાત દિવસનો સમય માંગ્યો છે, જ્યારે પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.