નેશનલ

સંસદમાં સુરક્ષાભંગ મુદ્દે વિપક્ષે મચાવ્યો હોબાળો, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ

નવી દિલ્હી: સંસદમાં ગઇકાલે સુરક્ષાભંગની ઘટના મુદ્દે આજે પણ સત્રમાં હોબાળો યથાવત રહ્યો હતો. વિપક્ષે સતત બંને ગૃહમાં હંગામો કરતા બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, તેમજ રાજ્યસભામાં હોબાળો કરી રહેલા TMC સાંસદ ડેરેક ઓ બ્રાયનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

રાજ્યસભામાં અપમાનજનક વ્યવહારોને પગલે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને શિયાળુ સત્રના અંતભાગ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સભાપતિ અનુસાર ડેરેક ઓ બ્રાયને ગૃહમાં પ્રવેશીને સુરક્ષાની ઘટના મુદ્દે નારેબાજી કરી હતી અને ગૃહની કાર્યવાહીમાં તેમણે ખલેલ પહોંચાડી હતી.


તેમના સિવાય પણ અનેક વિપક્ષી સાંસદોએ ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને નારેબાજી કરી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને અપીલ કરી હતી કે કાલની ઘટનાને લઇને તેઓ ગૃહમાં અશાંતિ ન ફેલાવે. કાલની ઘટના લોકસભા સચિવાલયની જવાબદારી છે. લોકસભા અધ્યક્ષની જવાબદારી છે. હું તમારી સાથે બેસીને ચર્ચા કરીશ. તમામ સાંસદો આ મુદ્દે ચર્ચા કરશે. આમાં સરકારની કોઇ ભૂમિકા નથી, સચિવાલયના કામોમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી.


રક્ષાપ્રધાન રાજનાથસિંહે આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે ગઇકાલની ઘટનાની સૌ સાંસદોએ નિંદા કરી છે. આપણે બધાએ સાવચેતી રાખવાની જરૂર છે. એવા લોકોને પાસ ન આપવા જોઇએ જેને પગલે સાંસદોની સુરક્ષા જોખમાય. આવી ઘટનાઓ પ્રત્યે કડક પગલા લઇશું કે જેથી ભવિષ્યમાં આવી કોઇ ઘટનાઓ ન બને, તેમ રક્ષાપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker