નેશનલ

બિહારમાં મતદાન વચ્ચે છમકલું ! લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાનના કાફલાને ઘેર્યો, ચપ્પલ ફેંકાઈ

પટણા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય સિન્હાના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ છે. લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાન વિજય સિન્હાનાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. વિજય સિન્હાએ આરોપ લગાવ્યો છે કે આ હુમલો RJDનાં ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યો છે. સત્તામાં નથી આવ્યા ત્યાં જ ગુંડાગર્દી શરૂ કરી દીધી છે.

બિહારની ચૂંટણીમાં આજે પહેલા તબક્કા હેઠળ 121 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન લખીસરાય વિધાનસભા ક્ષેત્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં નાયબ મુખ્ય પ્રધાન અને લખીસરાય બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિન્હાની કારને આરજેડી (RJD) સમર્થકોએ ઘેરી લીધી હતી અને તેમના પર ચપ્પલ ફેંકી, ‘મુર્દાબાદ’ના નારા લગાવતા તેમને આગળ વધતા રોક્યા હતા. આ ઘટના દરમિયાન ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મામલાની ગંભીરતાને જોતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

આ તરફ, નાયબ મુખ્ય પ્રધાન અને લખીસરાય બેઠકના ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિન્હાએ કહ્યું કે, “આ આરજેડીના ગુંડાઓ છે. એનડીએ (NDA) સત્તામાં આવી રહી છે, તેથી તેમની છત પર બુલડોઝર ચાલશે. ગુંડાઓ મને ગામમાં જવા દેતા નથી.” વિજય સિન્હાએ આરોપ લગાવતા કહ્યું કે, “વિજય સિન્હા જીતવાના છે… તેમણે મારા પોલિંગ એજન્ટને ભગાડી દીધો અને તેમને વોટ આપવા દીધો નહીં… તેમની ગુંડાગીરી જુઓ… આ ખોરિયારી ગામના 404 અને 405 નંબરના બૂથ છે.”

આ પણ વાંચો…વૈશાલીના નેતા અનોખા અંદાજમાં પહોંચ્યા મતદાન કરવા, ગાડી ઘોડાને છોડી કરી દેશી સવારી


Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button