ગાઢ ધુમ્મસને કારણે હરિયાણામાં અકસ્માતોની વણઝાર: બસ, ટ્રક અને કાર અથડાયા, અનેક મુસાફરો ઘાયલ

રોહતક: ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, આ સાથે વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે આજે સવારે હરિયાણામાં સખ્યાબંધ અકસ્માત સર્જાયા હતાં. બસ, ટ્રક અને કાર સહિત અનેક વાહનો એક પછાળ એક અથડાયા હતાં.
નેશનલ હાઈવે 52 પર હિસારમાં જીલ્લાના ધિક્ટાના મોડામાં સવારે 8 વાગ્યે રાજ્ય પરિવહનની બે બસો, એક ડમ્પર ટ્રક, એક કાર અને એક મોટરસાઇકલ એક પછી એક અથડાયા હતાં. પહેલા રાજ્ય પરિવહનની એક બસ ડમ્પર ટ્રક સાથે અથડાઈ હતી, ત્યારબાદ પાછળથી આવતી રાજ્ય પરિવહન બીજી બસ અથડાઈ હતી. ત્યાર બાદ એક કાર અને પછી એક મોટરસાઇકલ અથડાયા હતાં.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટનામાં જોઈ જાનહાની કે ગંભીર ઈજા થઇ નથી. મોટરસાઇકલ સવારને સામાન્ય ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે સંખ્યાબંધ મુસાફરો અટવાઈ ગયા હતા.
બીજો અકસ્માત:
હરિયાણામાં બીજો અકસ્માત રેવાડીમાં નેશનલ હાઇવે 352 પર થયો હતો. ઓછી વિઝીબીલીટીને કારણે ત્રણથી ચાર બસો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘણાં મુસાફરો ઘયાલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં છે.
ત્રીજો અકસ્માત:
હરિયાણાના રોહતકના મેહમ વિસ્તારમાં એક ટ્રક અને કાર વચ્ચે આથમણ થઇ હતી, ત્યાર બાદ તેની બાદ લગભગ 35-40 વાહનો અથડાયા હતાં. અહેવાલ મુજબ કારમાં સવાર લોકોના મોત થયા છે.
ચરખી-દાદરીમાં પણ એક સ્કૂલ બસ સહિત અનેક વાહનો અથડાયા.
11 જિલ્લાઓમાં એલર્ટ:
છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણામાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 4°C થી 6°C ની વચ્ચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે 11 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ માટે એલર્ટ જાહેર કર્યું છે. ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ પર ડ્રાઇવિંગ જોખમકારક બન્યું છે.
ગઈ કાલે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસને કારને નોઇડા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક સહિત એક ડઝનથી વધુ વાહનો અથડાયા હતાં.
આપણ વાંચો: મેસ્સીનાં કાર્યક્રમમાં હોબાળો: રોષે ભરાયેલો ચાહક આખું કાર્પેટ ઉઠાવીને લઇ ગયો! જુઓ વિડીયો



