ગાઢ ધુમ્મસના કારણે રેલવેની કુલ 28 ટ્રેનો લેટ ચાલી રહી છે. જોઈ લો એમાં તમારી ટ્રેન તો નથીને….
નવી દિલ્હી: ભારતના ઉત્તર-પશ્ચિમથી ઉત્તર પૂર્વ સુધીના રાજ્યોમાં આજે જોરદાર ઠંડીની અસર જોવા મળી હતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં આજે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હીમાં આજે પણ ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી ન હતી. ગાઢ ધુમ્મસને કારણે રોડ ટ્રાફિક તેમજ રેલ ટ્રાફિકને પણ નોંધપાત્ર અસર થઈ હતી. તેમજ દેશના વિવિધ ભાગોમાંથી આવતી 28 ટ્રેનો સમયસર દિલ્હી પહોંચી શકી નથી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આ તમામ ટ્રેનો એક કલાકથી છ કલાક મોડી ચાલી રહી છે.
દિલ્હીમાં 28 ટ્રેનો મોડી પહોંચી રહી છે. જેમાં 12301 હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, 12309 રાજેન્દ્રનગર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, 22823 ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, 12423 ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, 12426 જમ્મુ તાવી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 22691-નવી દિલ્હી, રાજધાની એક્સપ્રેસ 22691 બેંગલુરુ-નવી દિલ્હી એક્સપ્રેસ, 2225 આઝમગઢ-દિલ્હી જંકશન કૈફિયત એક્સપ્રેસ, 12801 પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ, 12451 કાનપુર-નવી દિલ્હી શ્રમશક્તિ એક્સપ્રેસ,12553 સહરસા-નવી દિલ્હી વૈશાલી એક્સપ્રેસ, 12427 રીવા-આનંદવિહાર એક્સપ્રેસ, 12417 પ્રયાગરાજ-નવી દિલ્હી એક્સપ્રેસ, 12417 રાજપુર-નવી દિલ્હી એક્સપ્રેસ, 12417 રાજપુર-નવી દિલ્હી એક્સપ્રેસ 12417 રાજપુર-નવી દિલ્હી એક્સપ્રેસ એક્સપ્રેસ, 12559 બનારસ-નઈ દિલ્હી એક્સપ્રેસ, 12919 આંબેડકરનગર-કટરા, 14207 એમબીડીપી પ્રતાપગઢ-દિલ્લી એક્સપ્રેસ,14042 દેહરાદૂન-દિલ્લી જંકશન મસૂરી એક્સપ્રેસ, 12779 વાસ્કો-નિઝામુદ્દીન એક્સપ્રેસ, 12615 ચેન્નાઈ-નઈ દિલ્હી એક્સપ્રેસ, 12723 હૈદરા બાદ- નવી દિલ્હી એક્સપ્રેસ, 12621 ચેન્નાઈ-નવી દિલ્હી એક્સપ્રેસ,12155 રાની કમલા પતિ-નિઝામુદ્દિન એક્સપ્રેસ, 12458 બિકાનેર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ, 15707 કટિહાર-અમૃતસર આમ્રપાલી એક્સપ્રેસ, 15658 કામાખ્યા-દિલ્હી જંકશન બ્રહ્મપુત્રા મેલ, 12447 માણિકપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ.
ગાઢ ધુમ્મસના કારણે આ તમામ ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે રેલવે સતત એ પ્રયાસ કરી રહ્યું છે કે શક્ય તેટલી ઝડપથી ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે. પરંતુ ધુમ્મસને કારણે રેલવેના પ્રયાસો પણ નાકામ સાબિત થઈ રહ્યા છે.