સંદેશખાલીમાં ઝાડુ લઈને મહિલાઓનું પ્રદર્શન, મમતાના પ્રધાનોએ કહ્યું- અમને દોઢ મહિનાનો સમય આપો
સંદેશખાલી:
છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં ધમાલ ચાલી રહી છે. સંદેશખાલીના નજીકના વિસ્તાર બરમાજુરમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મહિલાઓએ ટીએમસી નેતા અજીત મૈતીની ધરપકડની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે મહિલાઓએ ટીએમસીના સ્થાનિક નેતા અજીત મૈતી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રવિવારે ટીએમસીના પ્રતિનિધિમંડળે સંદેશખાલીનો પ્રવાસ કર્યો અને શાસક પક્ષના સ્થાનિક નેતાઓ દ્વારા કથિત અત્યાચાર સામે વિરોધ કરી રહેલા ગ્રામજનોની ફરિયાદો સાંભળવામા આવી હતી. પ્રતિનિધિમંડળ, જેમાં રાજ્યના પ્રધાનો પાર્થ ભૌમિક અને સુજીત બોઝનો સમાવેશ થાય છે, બરમાજુર વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં તાજેતરમાં હિંસક વિરોધ થયો હતો, અને સ્થાનિકોને તેમની ફરિયાદોનું નિરાકરણ કરવા દોઢ મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ જેવા આ પ્રધાનો સુજીત બોઝ અને પાર્થ ભૌમિક ત્યાંથી નીકળી ગયા, સ્થાનિક મહિલાઓએ બરમાજુરમાં એક જગ્યાએ વિરોધ શરૂ કર્યો.
રાજ્યના પ્રધાનોએ સંદેશખાલીમાં ગ્રામજનોને તેમની માંગણીઓ સાથે આગળ આવવા વિનંતી કરી હતી. પાર્થ ભૌમિક અને સુજીત બોઝે રાધાકૃષ્ણ મંદિરમાં ‘કિર્તન’માં ભાગ લીધો હતો અને ત્યાં એક સભાને સંબોધિત કરી હતી. રાજ્યના સિંચાઈ પ્રધાન પાર્થ ભૌમિકે કહ્યું કે અમને દોઢ મહિનાનો સમય આપો. અમે વચન આપ્યું છે કે જમીન પચાવી પાડવાની તમામ ઘટનાઓની ચકાસણી કરવામાં આવશે. આપણે બધી સમસ્યાઓ એકસાથે હલ કરી શકતા નથી. સમસ્યાઓ ઉકેલવા માટે સત્તાવાર પ્રક્રિયાઓની જરૂર છે.
તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિસ્તારના દરેક રહેવાસીના આંસુ લૂછવા માટે પ્રતિબદ્ધ છે. ભૌમિકે કહ્યું કે તે અને અગ્નિશમન અને કટોકટી સેવા મંત્રી સુજીત બોઝ આગામી દિવસોમાં નિયમિતપણે વિસ્તારની મુલાકાત લેશે અને ગ્રામજનો સાથે વાતચીત કરશે.
જ્યારે તે સ્થાનિક TMC નેતાઓ સામે કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું કે જેમની વિરુદ્ધ મહિલાઓ સહિત ગ્રામીણો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, મંત્રીઓએ કહ્યું કે અમે તેમને પહેલાથી જ પાર્ટીના હોદ્દા પરથી દૂર કરી દીધા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. બોઝે મીટિંગમાં કહ્યું કે અમે અહીં તમારી વાત સાંભળવા આવ્યા છીએ. અમને બહારના ન સમજો. મંત્રીઓ સાથે ધારાસભ્ય સુકુમાર મહતો પણ હતા.