નેશનલ

નસરલ્લાહના મોત બાદ કાશ્મીરમાં પ્રદર્શન….”મહિના પૂર્વે જ હિઝબુલ્લાહે કાશ્મીરને લઈને આપ્યું હતું નિવેદન

શ્રીનગર: લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલાને લઈને ભારતના કાશ્મીરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કાશ્મીરી રાજનેતાઓએ પણ આ મામલે કડક વલણ દાખવ્યું છે અને હિઝબુલ્લાના નેતા નસરાલ્લાહની હત્યા માટે ઈઝરાયેલ વિરોધ પ્રદર્શન જોવ મળી રહ્યું છે. કાશ્મીરમાં રસ્તાઓ પર લોકો ઉતરી આવ્યા હતા અને નસરાલ્લાહના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. જો કે આ મુદ્દે રસપ્રદ વાત એ છે કે થોડા મહિના પહેલા જ આ લેબનીઝ જૂથે પણ કાશ્મીર પર નિવેદન જાહેર કર્યું હતું.

આ વર્ષે ઓગસ્ટ માસમાં હિઝબુલ્લાના નેતા શેખ નઈમ કાસિમે એક નિવેદન આપતા કહ્યું હતું કે કાશ્મીરના લોકોને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર મળવો જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમનું જૂથ જમ્મુ-કાશ્મીરના લોકોનું સમર્થન કરે છે, જેઓ આત્મનિર્ણયના અધિકારની માંગ કરી રહ્યા છે. કાસિમે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે કાશ્મીર અને કાશ્મીરીઓને સમર્થન કરીએ છીએ જેઓ આત્મનિર્ણયના અધિકાર માટે લડી રહ્યા છે. અમને લાગે છે કે કાશ્મીરીઓને પોતાનું ભાગ્ય પસંદ કરવાનો અધિકાર આપવાથી જ સમસ્યાઓ ઉકેલાશે. માત્ર કાયદાકીય અને રાજકીય માધ્યમથી જ ઉકેલ મળશે.

આ પણ વાંચો :Hashem Safieddine બન્યો હિઝબુલ્લાહનો નવો ચીફ, જાણો કોણ છે ?

લેબનોનમાં હિઝબુલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહની હત્યાના વિરોધમાં ભારતના કોઈપણ રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો નથી પરંતુ માત્ર કાશ્મીર ખીણ અને કારગિલ વિસ્તારો છે, ત્યાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિઝબુલ્લાના નેતાઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સામાન્ય લોકો ઉપરાંત રાજનેતાઓએ પણ ભાગ લીધો હતો.

હસન નસરાલ્લાહના મોતના અહેવાલો બાદ શ્રીનગરના લોકસભા સાંસદ આગા રૂહુલ્લાહ, પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને પૂર્વ મંત્રી ઈમરાન અન્સારીએ પોતાના ચૂંટણી પ્રચારને સ્થગિત કરીને શોક અને રોષ વ્યક્ત કર્યો હતો. કાશ્મીરી નેતાઓએ કહ્યું કે ઈઝરાયેલ જે કરી રહ્યું છે તેને અપરાધની શ્રેણીમાં રાખવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker