યમુના નદીના કિનારે નહિ થાય છઠ્ઠ પૂજા: દિલ્હી હાઇકોર્ટે મંજૂરી આપવાથી કર્યો ઇન્કાર…
નવી દિલ્હી: ચાર દિવસીય છઠ પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને છઠ પર્વમાં અનેક લોકો આસ્થા ધરાવે છે. જો કે છઠ્ઠ પૂજાના તહેવાર દરમિયાન દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા હાઈકોર્ટે દિલ્હીમાં યમુના નદીના કિનારે ભક્તોને છઠ પૂજા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે નદીના કિનારા અત્યંત પ્રદૂષિત છે અને જો લોકો તેમાં સ્નાન કરે તો તે બીમાર પડી શકે છે.
આ પણ વાંચો : યમુનામાં ડુબકી લગાવ્યા બાદ બગડી દિલ્હી BJP ચીફની તબિયત, થયા હૉસ્પિટલમાં ભરતી
યમુના નદીમાં વધેલા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા દિલ્હી હાઈકોર્ટે બુધવારે ગીતા કોલોનીમાં યમુના નદીના કિનારે ભક્તોને છઠ પૂજા કરવાની મંજૂરી આપવાથી ઇનકાર કર્યો છે અને કોર્ટે કહ્યું કે યમુના નદીના કિનારે પૂજા કરવી તમારા માટે ખતરનાક બની શકે છે.
આ પણ વાંચો : યમુના નદીની સાફસફાઈ ખુબજ અસંતોષકારક: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી સરકારના વકીલ સંતોષ કુમાર ત્રિપાઠીએ હાઈકોર્ટને કહ્યું કે યમુના નદી હાલમાં ખૂબ જ પ્રદૂષિત છે, અને જો ભક્તોને નદીના કિનારે છઠ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે તો તેઓ બીમાર પડવાની સંભાવના છે. સંતોષ કુમાર ત્રિપાઠીએ કોર્ટને એમ પણ કહ્યું કે દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં છઠ પૂજા કરવા માટે 1,000 સ્થળો પર વ્યવસ્થા કરવામાં આવી છે.