Delhi Water Crisis: આતિશીએ પાણી પાઈપલાઈન માટે પોલીસ સુરક્ષાની માંગ કરી, ભાજપનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: કાળઝાળ ગરમી વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની ગંભીર કટોકટી(Delhi water crisis) ઉભી થઇ છે, એવામાં દિલ્હીના જળ પ્રધાન આતિશી(Atishi)એ શહેરના પોલીસ તંત્રને પત્ર લખીને સંભવિત તોડફોડના પ્રયાસો સામે પાણીની પાઈપલાઈન(Waterpipeline)નું રક્ષણ કરવાની માંગ કરી છે. આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્હી જલ બોર્ડ(Delhi water board)ની પેટ્રોલિંગ ટીમને ઘણા સ્થળોએ પાઇપલાઇનના તોડફોડના સંકેતો મળ્યા છે. દરમિયાન, વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ AAP સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યો.
દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને લખેલા પત્રમાં, આતિશીએ લખ્યું કે, “હું પોલીસ કર્મચારીઓને આગામી 15 દિવસ સુધી પેટ્રોલિંગ કરવા અને અમારી મુખ્ય પાઇપલાઇનની સુરક્ષા માટે તૈનાત કરવાની વિનંતી કરવા માટે પત્ર લખી રહી છું જેથી બદમાશોને પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરતા અટકાવી શકાય. આ પાઈપલાઈન આ સમયમાં દિલ્હીની લાઈફલાઈન બની ગઈ છે.”
આતિશીએ લખ્યું કે “ગઈકાલે અમારી ગ્રાઉન્ડ પેટ્રોલિંગ ટીમે સાઉથ દિલ્હી રાઈઝિંગ મેઈન્સમાં મોટા લીકેજની જાણ કરી હતી, આ મુખ્ય પાણીની પાઈપલાઈન છે જે સોનિયા વિહાર ડબ્લ્યુટીપીથી દક્ષિણ દિલ્હી સુધી પાણી પૂરું પાડે. અમારી પેટ્રોલિંગ ટીમને જાણવા મળ્યું હતું કે ઘણા મોટા 375 મીમી બોલ્ટ અને એક 12 ઇંચ બોલ્ટ પાઇપલાઇનમાંથી કાપી નાખવામાં આવ્યા હતા.”
આતિશીએ કહ્યું કે અ બદમાશોની આવી હરકતોને કારણે દિલ્હીના લોકોને મોટી માત્રામાં પાણી પૂરું પાડી શકાતું નથી, જેનાથી સંકટ વધી ગયું છે. આતિશીએ માગણી કરી કે પોલીસ આગામી 15 દિવસ સુધી દિલ્હીની મુખ્ય પાઇપલાઇન્સની સુરક્ષા કરે.
દરમિયાન, પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ, કમલજીત સેહરાવત અને અન્ય પક્ષના કાર્યકરોએ નજફગઢમાં પાણીની કટોકટી પર દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કમલજીત સેહરાવતે કહ્યું કે”અમને દ્વારકા આરડબ્લ્યુએ તરફથી કોલ મળી રહ્યા છે અને તેઓ પાણીની તંગીની ફરિયાદો સાથે અમને મળવા આવી રહ્યા છે. ખાનગી પાણીના ટેન્કરો માટે તેમને ઘણા પૈસા ખર્ચવા પડે છે અને સરકારી ટેન્કરો મળી નથી રહ્યા… આજે મેં જે પાઈપોનું નિરીક્ષણ કર્યું હતું, જે તૂટી ગઈ છે અને ઘણું પાણી વેડફાઈ રહ્યું છે.”
તેમને કહ્યું કે દિલ્હી સરકાર પાણીની અછત માટે અન્ય રાજ્ય સરકારોને દોષી ઠેરવી રહી છે જ્યારે સમસ્યા તેમના વિભાગમાં છે… હું આતિશીને માનવતાના આધારે નહીં, પરંતુ દિલ્હીમાં પ્રધાન તરીકે વિનંતી કરું છું. તેમણે તેના વિભાગની સંભાળ લેવાની જરૂર છે.
Also Read –