દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં ‘બોમ્બ’ની શંકાએ ખળભળાટ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી દેશના કેટલાક શહેરોની શાળાઓમાં બોમ્બબ્લાસ્ટની ખોટી ધમકીઓ મળવાનો સિલસિલો જોવા મળ્યો હતો. એવામાં દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટ(Delhi-Vadodara Flight)માં બોમ્બ હોવાની આશંકા(Bomb Threat)ને કારણે ખળભળાટ મચી ગયો હતો. દિલ્હી પોલીસ(Delhi Police)એ ગુરુવારે જણાવ્યું હતું કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હી-વડોદરા એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને એરક્રાફ્ટના વોશરૂમમાં ‘બોમ્બ’ શબ્દ લખેલું ટિશ્યુ પેપર મળ્યું હતું, ત્યાર બાદ ગભરાટ ફેલાયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે સાંજે નોટ મળી આવ્યા બાદ ફ્લાઈટની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. સાંજે 7 વાગ્યે એરક્રાફ્ટ ટેક-ઓફ માટે તૈયાર હતું, ત્યારે ક્રૂ મેમ્બરે ટીશ્યુ પેપર જોયું હતું.
આ પણ વાંચો: Hospital બાદ હવે દિલ્હીના Indira Gandhi International Airport ઉડાવાની ધમકી
અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી હતી અને મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતરવા માટે કહેવામાં આવ્યું હતું.
એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું, મુસાફરો થોડા વિલંબ બાદ અન્ય એરક્રાફ્ટમાં વડોદરા જવા માટે રવાના થયા હતા.