દિલ્હી યુનિવર્સિટી હવે લેડીઝ ટોયલેટની બહાર લગાવશે સીસીટીવી….
નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીએ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોલેજોમાં મહિલા શૌચાલય અને’ચેન્જિંગ રૂમ’ની બહાર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે. જેના માટે વહીવટીતંત્રએ એક એડવાઈઝરી પણ બહાર પાડી હતી જેમાં કોલેજોને જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સંસ્થાઓ અને છાત્રાલયોના તમામ ગેટ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે.
નોંધનીય છે કે ગત વર્ષે દિલ્હી યુનિવર્સિટીની ભારતી કોલેજના 10 જેટલા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે ઈન્સ્ટિટ્યૂટના ફેસ્ટમાં ફેશન શો દરમિયાન આઈઆઈટીના વોશરૂમમાં કપડા બદલતી વખતે ગુપ્ત રીતે વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 20 વર્ષીય કોન્ટ્રાક્ટ સ્વીપરની ધરપકડ કરી હતી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કિશનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354C (લોઈટીંગ) હેઠળ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ ઘટના બાદ સરકારે આવી ઘટના ફરી ના બને તે માટે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો.
IIT-દિલ્હીમાં આ ઘટનાને ધ્યાનમાં રાખીને કૉલેજ ફેસ્ટિવલમાં DU પ્રો રજનીએ મહિલા શૌચાલય અને ‘ડ્રેસિંગ રૂમ’ની સામે સીસીટીવી લગાવવા જણાવ્યું હતું. જેના કારણે કોઈ પણ અનિચ્છિનીય ઘટના બલતા ટાળી શકાય છે. જ્યારે પણ આવા મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે ત્યારે કે પછી જ્યારે પણ બહારથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવે ત્યારે વહીવટીતંત્રે ખાસ સાબદુ રહેવું પડે છે.
ત્યારે આવી ઘટનાઓ ટાળવા માટે DU દ્વારા એત સમિટીની રચના કરવામાં આવી અને આ સમિટી દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા જેમાં ઇવેન્ટ્સમાં એન્ટ્રી ગૂગલ ફોર્મ્સ દ્વારા નિયંત્રિત હોવી જોઈએ જેની નકલો પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગોને સબમિટ કરવાની રહેશે સુધારેલી માર્ગદર્શિકા હેઠળ કોલેજોને કોઈ પણ મોટી ઘટના પહેલા તેમની બાઉન્ડ્રી વોલનું મૂલ્યાંકન કરવા અને બહારના લોકોને દિવાલો પર ચઢી ન જાય તેમાટે વાયર લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત આખા કેમ્પસમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ તે તમામ કેમેરા બરાબર વર્ક કરી રહ્યા છે કે નહિ તેનું થોડા થોડા સમયે નિરિક્ષણ પણ કરવામાં આવશે.