
નવી દિલ્હી: નવી શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્ર સરકાર શાળાના અભ્યાસક્રમોમાં ઘરખમ ફેરફારો કરી રહી છે. આ ઉપરાંત કેટલીક યુનિવર્સીટી પણ તેના અભ્યાસક્રમો બદલી રહી છે. તાજેતરમાં જ દિલ્હી યુનિવર્સિટી (DU) ની એકેડેમિક કાઉન્સિલે પોલીટીકલ સાયન્સ અનુસ્નાતક (PG)ના અભ્યાસમાંથી ઘણા કોર્સ દૂર કરવા મંજૂરી આપી છે, આ કોર્સમાં પાકિસ્તાન, ચીન, ઇસ્લામ અને રાજકીય હિંસા સંબંધિત વિષયો સામેલ હતા.
જે કોર્સને દુર કરવામાં આવ્યા છે કે પાકિસ્તાન અને વિશ્વ, સમકાલીન વિશ્વમાં ચીનની ભૂમિકા, ઇસ્લામ અને આંતરરાષ્ટ્રીય સંબંધો, પાકિસ્તાન: રાજ્ય અને સમાજ અને ધાર્મિક રાષ્ટ્રવાદ અને રાજકીય હિંસાનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ આ કોર્સને હટાવવાનો પ્રસ્તાવ ગત મહીને જૂનમાં યુનિવર્સિટીની સ્થાયી સમિતિ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને હવે તેને અંતિમ મંજૂરી મળી ગઈ છે.
આ કોર્સ હટાવવાની સાથે યુનિવર્સીટીમાં એક નવો કોર્સ ઉમેરવામાં આવ્યો છે, જેનું નામ શીખ શહીદી છે. તે સેન્ટર ફોર ઇન્ડિપેન્ડન્સ એન્ડ પાર્ટીશન સ્ટડીઝ (CIPS) હેઠળ જનરલ ઇલેક્ટિવ (GE) કોર્તસ તરીકે શીખવવામાં આવશે.
યુનિવર્સીટીના અધિકારીના જણાવ્યા મુજબ આ કોર્સ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં રહેલી ત્રુટીઓ અને શીખ સમુદાયના સામાજિક-ધાર્મિક ઇતિહાસની અવગણનાને ભરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો…દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ અને બાબરનામાને લઈને ચડયા વિવાદનાં વંટોળ