એર ઈન્ડિયા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: આગની ચેતવણી મળતા 190 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા, જાણો મામલો?

નવી દિલ્હીઃ દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2380માં ટેક્નિકલ ખામીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગઈકાલે મોડી રાતના આ વિમાને ઉડાન ભરી હતી ત્યાર પછી એક કલાકમાં જ વિમાનને પાછું દિલ્હી ફરવું પડ્યું હતું. આ વિમાન APUમાં આગની ચેતાવની મળી હોવાના કારણે વિમાનનું પાછું દિલ્હી ખાતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં કુલ 190 લોકો મુસાફરો સવાર હતાં. જો કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ વિમાનનું લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું.
બુધવારે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું
બોઈંગ 787-9 ડ્રીમલાઈનર વિમાનમાં ઓક્સિલરી પાવર યુનિટ (APU)માં આગની ચેતવણી મળતાં ક્રૂએ તાત્કાલિક પગલાં લીધાં હતા. વિમાનમાં આશરે 190 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જો કે, કોઈને પણ હાનિ પહોંચી નથી. આ વિમાન બુધવારે રાત્રે 01 વાગ્યાની આસપાસ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વિમાન સુરક્ષિત ઉતર્યા પછી ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને તમામ સહાય આપી અને વૈકલ્પિક વિમાનથી સિંગાપુરના વિમાનમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
એર ઈન્ડિયાના A350 વિમાનનું એન્જિન ખરાબ થયું
અન્ય એક ઘટનાની વાત કરવામાં આવે તો, એર ઈન્ડિયાના એક વિમાને એરપોર્ટ પર એક કેન્ટેનરને પોતાની તરફ ખેંચી લીધું હતું. જેના કારણે વિમાનના એન્જિનને ભારે નુકસાન પહોંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એર ઈન્ડિયાના એ350 વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું હતું. વિમાનમાં સવાર એક મુસાફરે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, દિલ્હી એરપોર્ટ પર માત્ર 24 જ કલાકમાં એર ઈન્ડિયાના બે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એટલું જ નહીં પરંતુ વિમાનમાં સવાર લોકોનો જીવ પણ માંડ માંડ બચ્યો છે. જો કે, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આવી સ્થિતિમાં વિમાન સેવા પર અનેક પ્રકારની સવાલો થઈ રહ્યાં છે.



