Delhi Stampede: દિલ્હીથી કુંભ મેળા માટે 4 સ્પેશિયલ ટ્રેન દોડશે, રેલવેએ વળતરની જાહેરાત કરી | મુંબઈ સમાચાર

Delhi Stampede: દિલ્હીથી કુંભ મેળા માટે 4 સ્પેશિયલ ટ્રેન દોડશે, રેલવેએ વળતરની જાહેરાત કરી

નવી દિલ્હી: ગત રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવા માટે નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના બની (New Delhi Railway station Stampede) હતી, જેમાં 18 લોકોના મોત થયા, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. વિપક્ષ આ ઘટના પાછળ રેલ્વેના ગેરવહીવટને જવાબદાર ગણાવી રહ્યું છે. ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય એવું લાગે છે. રેલવેએ મૃતકો અને ઘાયલોને વળતરની જાહેરાત કરી છે. દિલ્હીથી પ્રયાગરાજ જતા લોકોની તકલીફ ઘટાડવા વધુ ચાર સ્પેશિયલ ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવી છે.

રેલ્વેએ જાહેર કરેલી સ્પેશિયલ ટ્રેનો:

  1. ટ્રેન નં.- 04420, 19.00 કલાકે, નવી દિલ્હીથી પ્રયાગરાજ જંક્શન વાયા નવી દિલ્હી-ગાઝિયાબાદ-મુરાદાબાદ-બરેલી-લખનૌ-રાયબરેલી જંક્શન-ફાફામઉ જંક્શન.
  2. ટ્રેન નં.- 04422; 21.00 કલાકે નવી દિલ્હીથી પ્રયાગરાજ જંક્શન વાયા નવી દિલ્હી-ગાઝિયાબાદ-મુરાદાબાદ-બરેલી-લખનૌ-રાયબરેલી-ફાફામઉ જંક્શન
  3. ટ્રેન નં.- 04424, 20.00 કલાકે આનંદ વિહાર ટર્મિનલથી પ્રયાગરાજ જંક્શન. વાયા ગાઝિયાબાદ-મુરાદાબાદ-બરેલી-લખનૌ-રાયબરેલી-ફાફામઉ
  4. ટ્રેન નંબર- 04418, 15.00 કલાકે, નવી દિલ્હીથી દરભંગા જંક્શન વાયા ગાઝિયાબાદ-છિપ્યાના બુઝુર્ગ-કાનપુર-લખનૌ-ફપજામૌ-વારાણસી-દીન દયાળ ઉપાધ્યાય જં.-પાટલીપુત્ર

મૃતકો અને ઘાયલોને વળત:
માર્યા ગયેલા દરેકના પરિવારને 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગંભીર ઈજા પામેલા મુસાફરોને 2.5-2.5 લાખ રૂપિયા ચુકવવામાં આવશે જ્યારે સામાન્ય ઇજાઓ ધરાવતા ઘાયલ મુસાફરોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

Also read: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં, ચાર મુસાફરો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એક ઘાયલ મુસાફરને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં અને ત્રણ ઘાયલ મુસાફરોને લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button