GenZને આ શું થઈ ગયું છે…દિલ્હી ત્રિપલ મર્ડર કેસમાં હત્યારો નીકળો દીકરો
નવી દિલ્હીઃ નવી દિલ્હીના નેસ સરાય વિસ્તારના દેવલી ગામમાં ઠેયલા ત્રિપલ મર્ડરનો કેસ પોલસે ઉકેલી લીધો છે. આ કેસમાં થયેલો ખુલાસો ચોંકાવી દે તેવો છે. માતા-પિતા અને બહેનનો હત્યારો ઘરનો દીકરો જ નીકળ્યો છે. 20 વર્ષીય અર્જુને જ પોતાની 23 વર્ષીય બહેન કવિતા અને માતા પિતા રાજેશ અને કમલાનું ચાકુથી મર્ડર કરી નાખ્યું હતું.
વહેલી સવારે ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના કપડા અને ચાકુ લઈ તે જીમ જવા નીકળ્યો હતો અને અહીંના સંજય વન વિસ્તારમાં તેણે આ વસ્તુ ફેંકી દીધી હતી. ઘરેથી પાંચ વાગ્યે નીકળ્યો અને સાત વાગ્યે પાછો આવી ડાઘા સાફ કરી નાખ્યા અને પછી રોકકડ મચાવી, જેથી પાડોશી એકઠા થયા અને પોલીસ આવી.
પોલીસ તપાસમાં ખૂલ્યુ કે
પોલીસને ઘટનાક્રમ જાણીને શક થયો અને તેમણે પૂછપરછ કરતા દીકરા અર્જુને ગુનો કબૂલ્યો હોવાનું જાણવા મળ્યું છે. અર્જુને પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર સૂતેલી બહેનને મારી અને પછી પહેલા માળે સૂતેલા માતા-પિતાના રૂમમાં જઈ તેમનું ગળુ ચીરી નાખ્યું. અર્જુન પોલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી છે અને તાલીમ પામેલો કુશ્તીબાજ છે.
રાજ્ય સ્તરીય કુશ્તીબાજીમાં જીતી ચૂક્યો છે. અર્જુનના પિતા આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ એક સિક્યોરિટી ફર્મમાં કામ કરતા હતા. માતા ગૃહિણી હતા અને બહેન પણ અભ્યાસ કરતી હતી. દુઃખની વાત તો એ છે કે બે દવસ પહેલા એટલે કે હત્યના દિવસે માતા-પિતાની 27મી એનિવર્સરી હતી અને ઘરમાં તેની ઉજવણીની વાતો ચાલતી હતી.
આ પણ વાંચો : Delhi murder: આજે માતા-પિતાની લગ્નની તિથી ઉજવવાનો પ્લાન કરી રહ્યો હતો દીકરો ને…
શા માટે કરી હત્યા
પેટના જણ્યાએ આવું કૃત્ય શા માટે કર્યુ તે વિચારવા હવે મા-બાપ કે બહેન જીવતા નથી, પરંતુ સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં એવી હકીકતો બહાર આવી છે કે માતા-પિતા વારંવાર ભણવા માટે દબાણ કરતા, કટકટ કરતા હતા. ઘરમાં બહેનને વધારે માન મળતું હોવાનું અને પોતાને મા-બાપ સારી રીતે ન રાખતા હોવાનુ દીકરાને લાગતું હતું.
પિતા સંપત્તિ પણ બહેનના નામે કરવાના હતા, તેમ પણ દીકરાએ પોલીસને જણાવ્યું છે. થોડા દિવસો પહેલા પિતાએ બધાની સામે તેને કોઈ વાતે ધમકાવ્યો હતો, આથી તેને અપમાન થયાનો ભાવ અનુભવાતો હતો. આ બધાથી છૂટકારો મેળવવા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યાનું અહેવાલો જણાવે છે.
GenZ આવી કેમ, માતા પિતા પણ ધ્યાન રાખે
દરેક નવી પેઢીને જૂની પેઢી સાથે વૈચારિક મતભેદ હોય છે. માતા-પિતા અને સંતાનો વચ્ચે રકઝક દરેક ઘરમાં થાય છે, પરંતુ આજની પેઢીના યુવાનો બહુ જલદી આક્રમક બની ન કરવાનું કરી બેસે છે. પોતાની પસંદનું ન થતાં કે પોતાને કોઈ ટોકે તો કાં તો પોતાનું જાવન ટૂંકાવે છે અથવા પોતાના નજીકની વ્યક્તિ પર વાર કરતા વિચારતા નથી.
જો આ કેસમાં દીકરાને વાતને ધ્યાનમાં લઈએ તો માતા પિતાએ એક ઉંમર બાદ સંતાનોને ટોકવામા કે તેમને સમજાવવામાં પરિપક્વતા બતાવવી જોઈએ. બે સંતાનો વચ્ચે સરખામણી કરવી જોઈએ નહીં. આ સાથે જાહેરમાં યુવાન સંતાનોને ખખડાવવાનો સમય હવે રહ્યો નથી.
તેઓ આ સામાજિક ક્ષોભજનક સ્થિતિ સહન કરી શકતા નથી અને ન કરવાનુ કરી બેસે છે. જોકે કોઈપણ કારણોસર સંતાન આ રીતે માતાપિતાને રહેંસી નાખે તે ભાયનક અને ચિંતા જગાવનારું છે અને નવી પેઢીની આ વિકરાળ બનતી માનસિકતાને બદલાની જરૂર છે.