દિલ્હીની સ્કૂલ અને કોલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે
![Security personnel inspecting a school in Delhi after a bomb blast threat.](/wp-content/uploads/2025/02/delhi-school-bomb-threat-security.webp)
નવી દિલ્હી: આજે ફરી એક વાર દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. NCR ની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ (Bomb Threat to Delhi Schools) મચી ગઈ છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને પરિસરની તપાસ કરી રહી છે. શાળાઓ અને કોલેજ આવેલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ પૂર્વ દિલ્હીમાં આવેલી એલ્કોન ઇન્ટરનેશનલ અને નોઇડામાં આવેલા શિવ નાદર સ્કૂલને ધમકી મળી હતી. દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજને પણ ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે પોલીસને સવારે 07:42 વાગ્યે ધમકીની માહિતી મળી હતી
અધિકારીઓ ઘટના સ્થળે:
ધમકી મળ્યા બાદ, શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ ટીમ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ આખા કેમ્પસમાં તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. સાયબર ટીમ દ્વારા ઈ-મેલ અંગે તપાસ કરી રહી છે. શિવ નાદર શાળાના આચાર્યએ ધમકી મળ્યા બાદ વાલીઓને મેસેજ મોકલી બાળકોને ઘરે રાખવા વિનંતી કરી હતી. જોકે કેટલાક બાળકો પહેલાથી જ સ્કૂલ બસમાં ચઢી ગયા હતાં તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે.
Also read: બોમ્બ બ્લાસ્ટની જેમ સાયબર બ્લાસ્ટ સામે દરેકે સતર્ક રહેવું જોઈશે
બુધવારે પણ મળી ધમકી:
નોંધનીય છે કે, બુધવારે પણ દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે આ ધમકી એ વિદ્યાર્થીએ જ મોકલી હતી, જે સ્કૂલે જવા ન હતો ઈચ્છતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે VPN નો ઉપયોગ કર્યો હતો અને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતો.