Top Newsનેશનલ

‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે i20 કારમાં વિસ્ફોટ થયો…’, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું નિવેદન…

પીએમ નરેન્દ્ર મોદીએ પણ બ્લાસ્ટ અંગે વિગતો લેવા અમિત શાહ સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે આજે સાંજે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ અનેક કાર બળીને ખાક થઈ ગઈ હતી. દિલ્હી કાર બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયાં છે, જ્યારે 30થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરીને જાણકારી લીધી હતી. આ સાથે સાથે અમિત શાહ પણ આ ઘટના મામલે સતત પોલીસ અને સુરક્ષા અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યાં છે. બ્લાસ્ટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ANI

દિલ્હી કાર બ્લાસ્ટ અંગે અમિત શાહનું નિવેદન

આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે, લગભગ 7 વાગ્યાની આસપાસ, દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં અમિત શાહ ઘટનાસ્થળે જશે

વધુમાં અમિત શાહે કહ્યું કે, મેં દિલ્હી CP અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી સાથે પણ વાત કરી છે. દિલ્હી CP અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી ઘટનાસ્થળે હાજર છે. અમે બધી શક્યતાઓ શોધી રહ્યા છીએ અને બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરીશું. બધા વિકલ્પોની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને અમે પરિણામો જાહેર કરીશું. હું ટૂંક સમયમાં ઘટનાસ્થળે જઈશ અને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત પણ લઈશ.

આ પણ વાંચો…હાફિઝ સઈદે સાગરિતને બાંગ્લાદેશ મોકલ્યો અને દિલ્હીમાં થયો બ્લાસ્ટ, શું છે કોઈ કનેકશન?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button