Top Newsનેશનલ

દેશના આ ભાજપશાસિત રાજ્યમાં આકરો નિયમઃ PUC નહીં હોય તો પેટ્રોલ-ડીઝલ નહીં મળે!

‘નો-પીયુસી, નો ફ્યુઅલ’ નિયમ લાગુ થતા વિવાદો શરુ, પીયીસુ બનાવનારાની હોડ જામી

નવી દિલ્હીઃ દિલ્હીમાં અત્યારે લોકો બેવડી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાં એક બાજુ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પ્રદૂષણની સમસ્યા પણ વકરી છે. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભાજપશાસિત રાજ્યમાં નવો નિયમ લાવીને લોકોની સમસ્યા વધારી છે. સરકારે નો પીયુસી, નો ફ્યુઅલનો નિયમથી મુશ્કેલી વધારે છે, જેમાં બોર્ડર પરના વિસ્તારના પેટ્રોલપંપ સખત નિયમોને કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે.

દિલ્હી સરકારે નો પીયુસી નો ફ્યુઅલ નિયમ લાગુ કરીને પ્રદૂષણના નિયમોને સખત બનાવવા માટે વાહનોનું પીયુસી સર્ટિફિકેટ કમ્પલસરી કર્યું છે. નિયમ લાગુ કર્યા પછી પીયુસી સર્ટિફિકેટ બનાવનારાની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. ફક્ત બહારથી આવતા બી6 વાહનોને જ દિલ્હીમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પાટનગરમાં અડધી રાતના વીવીઆઈપી વિસ્તારોમાં ભારે વાહનોની બેરોકટકો અવરજવર કરે છે. જીઆરએપી-4 અન્વયે સિમેન્ટ બલ્કર અને કન્સ્ટ્રક્શન સંબંધિત વાહનો પર પ્રતિબંધ છે, પરંતુ રાતના રસ્તાઓ પર પણ જોવા મળે છે.

પેટ્રોલ પંપ વિવાદ થવાનું ચાલુ

પેટ્રોલ પંપ પણ એનાથી વિપરીત પરિણામ જોવા મળ્યું છે. પેટ્રોલ પંપ પર નો-પીયુસી નો સર્ટિફિકેટનું પાલન કરવા માટે ટીમ રાખવામાં આવી છે, પરંતુ સરકારી કર્મચારીઓ પાલન કરતા નથી અને દલીલો કરે છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને પણ બિનજરુરી વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કહે છે કે તમે સર્ટિફિકેટ ચેક કરનારા કોણ છો?

પ્લેટ રેકગ્નિશન કેમેરા બેસાડો

ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અજય બંસલે કહ્યું હતું કે પીયુસી વિનાના વાહનોને ઓળખવા માટે પ્લેટ રેકગ્નિશન કેમેરા બેસાડવાની ભલામણ કરી હતી. ઉપરાંત, નિર્ધારિત પ્રદૂષણની માત્રા કરતા વધુ સ્તરે પહોંચે તો પેટ્રોલ પંપના પરિસરના વાહનોની ઓળખ થઈ શકે એ પ્રકારના ડિવાઈસને બેસાડવાની પણ ભલામણ કરી હતી. દિલ્હી પ્રદૂષણ મુક્ત બને એ જરુરી છે, પરંતુ પેટ્રોપંપ પર વિવાદ થાય ગુંડાગીરી થાય એવું અમે ઈચ્છતા નથી. પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવ્યા પછી પણ વિવાદ થઈ શકે છે. અમે સરકારને સહકાર આપી રહ્યા છે, પરંતુ સરકારે પણ મેનપાવરને તહેનાત કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

પીયુસી બનાવનારાની સંખ્યા વધી

દિલ્હીમાં પીયુસી બનાવનારાની સંખ્યામાં વધારો થયો છે, જેમાં સોમવારે 17,719 અને મંગળવારે 17,732 પીયુસી સર્ટિફિકેટ કઢાવ્યા છે, જ્યારે બુધવારે એની સંખ્યા વધીને 31,197 થઈ ગઈ છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે નવો નિયમ બનાવ્યો છે. નો-પીયુસી, નો-ફ્યુઅલનો નિયમ લાગુ પાડ્યો છે. એના સિવાય દિલ્હી બહારના વાહનો ફક્ત બીએસ-6ને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ગ્રેપના નિયમો અન્વયે બાંધકામના કાર્યો પર રોક લગાવી છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button