નેશનલ

દિલ્હી પોલીસે ફિલ્મી સ્ટાઇલે થયેલી 1 કિલો સોનાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો…

નવી દિલ્હી : દિલ્હી પોલીસે ફિલ્મી સ્ટાઇલે કરેલી 1 કિલોગ્રામ સોનાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો હતો. આ ગેંગે એક જ્વેલરી વર્કશોપમાંથી 1 કિલોગ્રામ સોનું નકલી રેડ, નકલી ઓળખથી ફિલ્મ સ્પેશિયલ-26 ની સ્ટાઈલથી લૂંટ ચલાવી હતી.પોલીસે 72 કલાકમાં 1200 કિલોમીટર સુધી તપાસ, અનેક સ્થળોએ રેડ અને 250 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસની મદદથી ગેંગને ઝડપી લીધી છે.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી

આ અંગે મળતી માહિતી મુજબ દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક જ્વેલરી વર્કશોપમાંથી 1 કિલોગ્રામથી વધુ સોનું ચોરનાર ગેંગને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે પકડી પાડી છે. આ આરોપીઓએ દિલ્હી પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપીન નકલી દરોડો પાડ્યો હતો. જેની બાદ 72 કલાકની સતત કાર્યવાહી અને દિલ્હી અને હરિયાણામાં આશરે 1,200 કિલોમીટરના આંતરરાજ્ય પીછો કરીને પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

કર્મચારીઓના મોબાઈલ જપ્ત કર્યા હતા

આ લૂંટનો બનાવ 27 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. જેમાં પાંચ વ્યક્તિ કરોલ બાગમાં એક જ્વેલરી વર્કશોપમાં રેડ પાડે છે. જેમાંથી એક વ્યકિત પોલીસના ડ્રેસમાં હતો અને અન્ય ચાર લોકોએ પોતાની ઓળખ આવક વેરા અધિકારી તરીકે આપી હતી. જેમાં આ લોકોએ વર્કશોપની તપાસ કરી હતી. તેમજ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કર્યા હતા. તેમજ સીસીટીવી અને ડીવીઆર દુર કર્યા હતા. તેની બાદ 1 કિલો સોનું લઈને ભાગી ગયા હતા. તેમજ તેની બાદ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો…દિલ્હી પોલીસની સૌથી મોટી કાર્યવાહીઃ સ્પેશિયલ સેલે 3 આતંકવાદીને ઝડપ્યાં, ISI સાથે કનેક્શન ધરાવે છે…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button