નેશનલ

ન્યુઝ ક્લીક ફંડિંગ વિવાદમાં હવે આ વરિષ્ઠ નેતાને ઘરે પહોંચી પોલીસ…

ચીન પાસેથી ફંડ લેવાના આરોપમાં આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઓનલાઇન પોર્ટલ ન્યુઝ ક્લીક સાથે જોડાયેલા 30 સ્થળો તેમજ તેમાં કામ કરતા પત્રકારોના ઘર પર દરોડા પાડ્યા છે. હવે આ મામલે તપાસનો રેલો સીપીઆઇના નેતા સુધી પહોંચ્યો છે.

સીપીઆઇ(એમ) પક્ષના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીના ઘરે પણ પોલીસ પહોંચી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કેસમાં સીપીઆઇ(એમ) પક્ષની ભૂમિકા નથી. દિલ્હી પોલીસે એટલા માટે અમારા ઘરે આવી હતી કારણકે અમારા પક્ષમાં કામ કરતા એક વ્યક્તિનો પુત્ર ન્યુઝ ક્લીક પોર્ટલ માટે કામ કરે છે. દિલ્હી પોલીસ શા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે તેનો મને કોઇ અંદાજ નથી, તેમ યેચુરીએ જણાવ્યું હતું.


અમારી ઇચ્છા છે કે પોલીસ સ્પષ્ટીકરણ આપે કે તે શા માટે આવું કરી રહી છે. આ મીડિયા અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ છે. આ બધાને કારણે જ પ્રેસ ઇન્ડેક્સમાં સતત નીચલા સ્થાને જઇ રહ્યા છીએ. બીજી તરફ એવો પ્રચાર થાય છે કે આપણે લોકતંત્રના જન્મદાતા છીએ.


પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ પણ જણાવ્યું હતું કે ન્યુઝ ક્લીક સાથે જોડાયેલા પત્રકારો અને લેખકોના ઘરે થયેલી પોલીસની કાર્યવાહીથી અત્યંત ચિંતિત છીએ. સમગ્ર ઘટના ક્રમ પર અમે નજર રાખી રહ્યા છીએ અને આ અંગેનું એક વિસ્તૃત નિવેદન બહાર પાડવામાં આવશે.


સમાચાર એજન્સી ANIના સૂત્રો મુજબ ન્યુઝ ક્લીક સાથે જોડાયેલા સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં પોલીસે UAPA, IPCની કલમ 153A (બે સમૂહો વચ્ચે દુશ્મનાવટ વધારવી) 120B (અપરાધનું ષડયંત્ર) જેવી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button