નેશનલ

દિલ્હી પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, વેબ સિરીઝની જેમ ઉપનામોનો કરતા હતા ઉપયોગ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ પ્રખ્યાત વેબ સિરીઝ મની હાઈસ્ટની જેમ જ ફ્રોડ કરતી હતી. આ ગેંગે દેશભરમાં લાખો રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર 22 લાખ રૂપિયાના ફ્રોડ કેસમાં પણ આ ગેંગનો હાથ હતો.

શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપતા

દિલ્હી પોલીસે અર્પિત, પ્રભાત અને અબ્બાસ નામના વ્યક્તિની ઓનલાઈન છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે. જેમાં આરોપીઓએ સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપીને ફ્રોડ કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ વેબ સિરીઝ જોઈને પોતાની ઓળખ છુપાવવા માટે ઉપનામોનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી પોલીસે પાંચ કરોડનું ડ્રગ્સ કર્યું જપ્તઃ 2 માસ્ટરમાઈન્ડ પકડાયાં

પ્રોફેસર, અમાન્ડા અને ફ્રેડી જેવા ઉપનામનો ઉપયોગ

આ ફ્રોડમાં સામેલ ગુનેગાર અર્પિત એક વકીલ છે પરંતુ તેણે છેતરપિંડી કરવા માટે “પ્રોફેસર” ઉપનામનો ઉપયોગ કર્યો હતો. કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતા પ્રભાત બાજપાઈએ “અમાન્ડા” ઉપનામનો ઉપયોગ કર્યો હતો અને અબ્બાસે “ફ્રેડી” ઉપનામનો ઉપયોગ કર્યો હતો. તેઓએ સોશિયલ મીડિયા પર ઘણા ગ્રુપો બનાવ્યા હતા અને લોકોને શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી હતી.

આ પણ વાંચો : Delhi IAS Coaching Centre: દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી

14 મોબાઈલ ફોન, 20 સિમ કાર્ડ અને 32 ડેબિટ કાર્ડ જપ્ત

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ લોકો પાસેથી કુલ 14 મોબાઈલ ફોન, 20 સિમ કાર્ડ, વિવિધ બેંકોના 32 ડેબિટ કાર્ડ અને અન્ય ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. 1 ઓક્ટોબરના રોજ ગોકલપુરીના રહેવાસીની ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધ્યો અને એક નિરીક્ષકની આગેવાની હેઠળ એક ટીમ બનાવી હતી. ગુપ્ત માહિતીના આધારે, ટીમે સેક્ટર 49 વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button